- રસ્તા પર ઊંડા ખાડા પડી જતાં હાલાકી વધી
- રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ભરાતાં નથી
- નગરના લગભગ તમામ વિસ્તારોના રસ્તા પર ઉંડા ખાડા જણાઈ રહ્યાં છે
ભરૂચ નગરના ડભોયાવાડ વિસ્તારમા રસ્તા પર ખુબ ઉંડા ખાડા પડી ગયા છે તેમ છતાં ભરૂચ નગરપાલીકા દ્વારા રસ્તાના મરામત અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી નથી
આ ખાડા એટલા ઉંડા છે કે એક રિક્ષા આ ખાડામાં ખાબકી ગઈ હતી જેના પગલે રિક્ષા ચાલકોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. નગરના લગભગ તમામ વિસ્તારોના રસ્તા પર ઉંડા ખાડા જણાઈ રહ્યાં છે. આ અંગે જેતે વિસ્તારના રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરી આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યા હતા તેમ છતાં ભરૂચ નગરપાલિકાનાં કર્તાહર્તાઓની ઉંઘ ઉડી ન હોય તેમ રસ્તા પરના ખાડાની પરિસ્થિતિમાં કોઈ ફ્રક પડયો નથી.
રોજ ચાર રિક્ષાઓ ખાડામાં ખાબકે છે
ભરૂચ નગર અને આસપાસના વિસ્તારોમાં બે હજાર કરતા વધુ રીક્ષાઓ ફરી રહી છે ત્યારે ઉંડા ખાડાઓમા રોજની ત્રણ થી ચાર રીક્ષાઓ ખાબકી રહી છે જેથી મુસાફ્રોને અને ચાલકને ઈજાઓ થતી હોય છે.
Source link