NATIONAL

Delhi: કનૉટ પ્લેસમાં જાહેરાત બોર્ડ પર અશ્લીલ ફિલ્મ..! પોલીસને હેકિંગની શંકા

  • દિલ્હીના કનોટ પ્લેસમાં LED સ્ક્રીન પર ચાલી અશ્લીલ ફિલ્મ!
  • અશ્લીલ ફિલ્મ સ્ક્રીન પર આવતા રાહદારીએ પોલીસને કરી જાણ
  • પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

દિલ્હીના કનોટ પ્લેસમાં જ્યારે એક જાહેરાત સ્ક્રીન પર અશ્લીલ ફિલ્મ ચાલવા લાગી ત્યારે લોકો દંગ રહી ગયા. રાહદારીએ આ ઘટના પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે IT કલમો હેઠળ કેસ નોંધીને આ મામલે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, દિલ્હીના કનોટ પ્લેસમાં એક જાહેરાત બોર્ડ પર અચાનક એક અશ્લીલ ફિલ્મ ચાલી. તે દરમિયાન જ્યારે કોઈ રાહદારીએ તેને જોયો તો તેણે પોતાના મોબાઈલમાં આ ઘટનાનો વીડિયો બનાવી લીધો અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે સમગ્ર મામલે IT એક્ટની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

શું છે સમગ્ર મામલો?

કનોટ પ્લેસના H-બ્લોકમાં એક ડિજિટલ બોર્ડ લગાવવામાં આવ્યું છે. રાત્રે લગભગ 10:30 વાગ્યે અચાનક આ બોર્ડ પર અશ્લીલ ફિલ્મ વાગવા લાગી. આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક રાહદારીએ આ જોયું અને આ અંગે પોલીસને જાણ કરતા સમગ્ર મામલે કેસ નોંધ્યો હતો. સમગ્ર ઘટના મામલે પોલીસએ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, કોઈએ જાહેરાતનું બોર્ડ હેક કર્યું હતું કે કોઈએ આવું કૃત્ય કર્યું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

અગાઉ પણ આવી ઘટના બની હતી

આ પહેલા દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર પણ આવી જ એક ઘટના સામે આવી હતી. સ્ટેશન પર એક જાહેરાત સ્ક્રીન પર એક અશ્લીલ ફિલ્મ ચાલવા લાગી હતી. તે દરમિયાન પણ કેટલાક લોકોએ આ ઘટનાને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી. જ્યારે આ કેસની તપાસ કરવામાં આવી ત્યારે સીસીટીવી ફૂટેજમાં ત્રણ છોકરાઓ જોવા મળ્યા હતા. આ છોકરાઓએ વાઈફાઈનો ઉપયોગ કરીને LED સ્ક્રીનને મોબાઈલ સાથે કનેક્ટ કરી અશ્લીલ ફિલ્મ ચલાવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

જ્યારે સમગ્ર ઘટનાને લઇ સામે આવ્યો ત્યારે રાજીવ ચોક મેટ્રો સ્ટેશન લોકોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. લોકો મેટ્રોની રાહ જોઈ રહ્યા હતા. આ ઘટના બાદ ડીએમઆરસીના પ્રવક્તાએ કહ્યું હતું કે આ જગ્યા ખાનગી કોન્ટ્રાક્ટરને જાહેરાત માટે આપવામાં આવી હતી. જો સ્ટેશન પરિસરમાં આવી કોઈ અશ્લીલ ક્લિપ ચાલશે તો તેની તપાસ કરવામાં આવશે અને કોન્ટ્રાક્ટર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button