GUJARAT

Rajkot Rain: જિલ્લામાં વરસાદના પગલે જાણો જળાશયોમાં કેટલી થઇ નવા નીરની આવક

  • વરસાદના પગલે જળાશયોમાં થઇ નવા નીરની આવક
  • રાજકોટ જિલ્લામાં 27 પૈકી 11 જળાશયોમાં નવા નીર આવ્યા
  • 0.16થી લઇ 4.92 ફૂટ નવા નીરની થઇ આવક થઇ છે

રાજકોટ શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદના પગલે જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. જેમાં રાજકોટ જિલ્લામાં 27 પૈકી 11 જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. 0.16 થી લઇ 4.92 ફૂટ નવા નીરની આવક થઇ છે. જેમાં ભાદર ડેમમાં 0.66 ફૂટ, આજી-1 ડેમમાં 1.31 ફૂટ તથા સુરવો ડેમમાં 0.16 ફૂટ અને ગોંડલી ડેમમાં 2.95 ફૂટ પાણીની આવક થઇ છે.

વાછપરી ડેમમાં 2.82 ફૂટ, વેરી ડેમમાં 0.92 ફૂટ નવા નીરની આવક

વાછપરી ડેમમાં 2.82 ફૂટ, વેરી ડેમમાં 0.92 ફૂટ, ન્યારી-1 ડેમમાં 1.15 ફૂટ, ફાડદંગ ડેમમાં 1.97 ફૂટ, લાલપરી ડેમમાં 2.82 ફૂટ, કરમાળ ડેમમાં 4.92 ફૂટ તથા કર્ણુકી ડેમમાં 0.33 ફૂટ નવા નીરની આવક થઇ છે. તેમજ ભાદર 1 ડેમનો એક દરવાજો 0.533 મીટર ખોલવામાં આવ્યો છે. તેમજ છપરવાડી ડેમનો એક દરવાજો 0.3 મીટર ખોલવામાં આવ્યો છે. અને ન્યારી 2 ડેમના 3 દરવાજા 1.2 મીટર ખોલવામાં આવ્યા છે. ડોંડી ડેમનો એક દરવાજો 0.3 મીટર ખોલવામાં આવ્યો તથા સોડવદર ડેમનો 0.05 મીટરથી ઓવરફ્લો થયો છે.

આજી 3 ડેમના 4 દરવાજા 1.2 મીટર ખોલવામાં આવ્યા

આજી 3 ડેમના 4 દરવાજા 1.2 મીટર ખોલવામાં આવ્યા તથા આજી 2 ડેમના બે દરવાજા 0.6 મીટર ખોલવામાં આવ્યા છે. તેમજ વેણુ 2 ડેમનો એક દરવાજો 0.1778 મીટર ખોલવામાં આવ્યો છે. ફોફળ ડેમ 1.2 મીટર ઓવરફ્લો થયો છે. તેમજ મોજ ડેમના એક દરવાજો 0.3 મીટર ખોલવામાં આવ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button