- જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ તૈયારી
- કાર્યકરોની નારાજગી વચ્ચે ભાજપની બીજી યાદી જાહેર
- કોકરનાગથી ચૌધરી રોશન હુસૈન ગુર્જરને ભાજપે આપી ટિકિટ
ભાજપે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપે કોકરનાગ વિધાનસભા સીટ પરથી ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ચૌધરી રોશન હુસૈન ગુર્જર ભાજપની ટિકિટ પર કોકરનાગથી ચૂંટણી લડશે. આ પહેલા પ્રથમ યાદી જાહેર થયા બાદ પાર્ટીના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.
ભાજપે સોમવારે જ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. બીજી યાદીમાં માત્ર એક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. બીજી યાદી અનુસાર ભાજપે કોકરનાગ (SC) સીટ પરથી ચૌધરી રોશન હુસૈન ગુર્જરને ઉમેદવાર જાહેર કર્યા છે. આ પહેલા ભાજપે પ્રથમ તબક્કાના મતદાન માટે 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી લડવા માટે ટિકિટ ન મળતા ભાજપના નેતાઓના સમર્થકો જમ્મુમાં ભાજપ કાર્યાલય પર પહોંચ્યા અને હંગામો કર્યો. કાર્યકરોએ તેમના નેતાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને ટિકિટની માંગણી કરી હતી.
પ્રથમ યાદીમાં 15 ઉમેદવારોની જાહેરાત
ભાજપે સોમવારે (26 ઓગસ્ટ) જમ્મુ અને કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 15 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. વાસ્તવમાં, અગાઉ ભાજપ દ્વારા 44 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી પરંતુ અચાનક નામો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે સોમવારે સવારે લગભગ 10 વાગ્યે ભાજપે પહેલા 44 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. પરંતુ લગભગ બે કલાક બાદ ભાજપે માત્ર 15 નામોને મંજૂરી આપી હતી. બાકીના અન્ય નામો ભાજપ દ્વારા અમાન્ય કરવામાં આવ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ પ્રથમ યાદીમાં નામ ન હોવાને કારણે નારાજ હતા, જેના કારણે ભાજપે નવી યાદી બહાર પાડવી પડી હતી. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે.
Source link