GUJARAT

Ahmedabadમાં ધોધમાર વરસાદને પગલે 7 અંડરપાસ બંધ, અનેક વિસ્તારમાં ભારે ટ્રાફિકજામ

  • શહેરના અખબાર નગર , મીઠાખડી , ઉસ્માનપુરા અંડર પાસ કરાયા બંધ
  • શહેરના મુખ્યમાર્ગ પર પાણી ભરાવાની સાથે લાંબો ટ્રાફિકજામ પણ સર્જાયો
  • શહેરના તમામ પોશ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા

અમદાવાદમાં વહેલી સવારથી જ સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેને પગલે શહેરના અનેક પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાવાના કારણે શહેરના અનેક અંડર પાસ લોકોની અવરજવર કરવા માટે બંધ કરવામાં આવ્યા છે.

ભારે વરસાદને પગલે પાણી ભરાતા શહેરના 7 અંડર પાસ કરાયા બંધ

તંત્રએ શહેરમાં લોકોની સાવચેતી અને અંડર પાસમાં કોઈ વાહન ફસાઈ ના જાય તેની તકેદારી રાખીને સાવચેતીના ભાગરૂપે જ અંડર પાસ બંધ કરી દીધા છે. શહેરના કૂલ 7 અંડર પાસ બંધ કરવામાં આવ્યા છે. શહેરના અખબાર નગર અંડર પાસ, મીઠાખડી અંડર પાસ, ઉસ્માનપુરા અંડર પાસ, 1સી સિલ્વરસ્ટાર અંડર પાસ, પરિમલ અંડર પાસ, એલસી-25 મકરબા અંડર પાસ અને દક્ષિણી અંડર પાસમાં પાણી ભરાવાના કારણે લોકોની અવરજવર કરવા માટે બંધ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમય બાદ શહેરમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયુ છે.

અંડરપાસ બંધ કરવામાં આવતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

ત્યારે શહેરમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાતા અને 7 અંડર પાસ બંધ કરવામાં આવતા ચારેબાજુએથી અમદાવાદીઓ ફસાયા છે. કારણ કે શહેરમાં અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વાહનચાલકો માટે કફોળી સ્થિતિ બની છે. ત્યારે આ 7 અંડરપાસ બંધ કરવામાં આવતા શહેરના મુખ્યમાર્ગ પર પાણી ભરાવાની સાથે લાંબો ટ્રાફિકજામ પણ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે આ અંડરપાસથી લોકો શહેરના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં સરળતાથી જઈ શકતા હતા પણ પાણી ભરાવાના કારણે અંડરપાસ બંધ કરવામાં આવતા વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.

શહેરના તમામ પોશ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા

ઉલ્લેખનીય છે કે શહેરના પોશ વિસ્તાર એવા આઈઆઈએમ, કેશવબાગ, પ્રહલાદનગર, પકવાન, ઈસ્કોન ચાર રસ્તા, શિવરંજની, શ્યામલ ચાર રસ્તા, વેજલપુર, ગોતા, સોલા રોડ, અખબારનગર, પ્રગતિનગર, સિંધુભવન રોડ, જજીસ બંગલો રોડ, થલતેજ, વસ્ત્રાપુર, મણીનગર, ખોખરા, નરોડા, નિકોલ, મકરબા સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button