- કોલકાતા મહિલા ડોક્ટરની હત્યાનો મામલો
- દેશભર આખો છે લાલઘૂમ
- નબન્ના અભિયાન હેઠળ હજારોની સંખ્યામાં કરાયો વિરોધ
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં 9 ઓગસ્ટે એક મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઇને આખો દેશ રોષે છે. ત્યારે આજે નબાન્ના અભિયાન હેઠળ મંગળવારે બંગાળમાં હજારો યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. દેખાવકારોને રોકવા માટે વોટર કેનનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ભાજપે બંધનુ આપ્યુ એલાન
ભાજપનો આરોપ છે કે મમતા બેનર્જીની પોલીસે વિદ્યાર્થીઓ સાથે અત્યાચાર કર્યો છે. તેના વિરોધમાં બુધવારે ‘બંગાળ બંધ’નું એલાન આપવામાં આવ્યું છે. જો કે આ મામલે મમતા બેનર્જીએ અધિકારીઓને કહી દીધુ છે કે બંધ નથી બધાએ આવવાનું જ છે. ત્યારે આ મામલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બંગાળ પોલીસને લઇને ટિપ્પણી કરી હતી.
જે.પી નડ્ડાએ વ્યક્ત કરી નારાજગી
જેપી નડ્ડાએ ટ્વિટ કરીને મમતા સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે કોલકાતામાંથી પોલીસની બર્બરતાની તસવીરો સામે આવી છે. જે લોકતાંત્રિક સિદ્ધાંતોને મહત્વ આપનાર દરેક વ્યક્તિના ગુસ્સામાં છે. પશ્ચિમ બંગાળમાં બળાત્કારીઓ અને ગુનેગારોને મદદ કરવી એ દીદી (મમતા બેનર્જી) માટે સન્માનની વાત છે. પરંતુ મહિલાઓની સુરક્ષા માટે બોલવું એ ગુનો છે.
મહત્વનું છે કે આજે હાવડા બ્રિજ નજીક અને કોના એક્સપ્રેસ વે પર સંતરાગાચી રેલવે સ્ટેશન નજીક નબન્ના અભિયાન માટે નીકળેલા વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પાણીની તોપો છોડ્યા અને ટીયર ગેસના શેલ છોડ્યા. દેખાવકારોએ રાજ્ય સચિવાલય નબન્ના સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બેરિકેડ્સને ઓળંગવાનો પ્રયાસ કર્યો હતો.
વિદ્યાર્થીઓ થયા ઘાયલ ?
નબાન્ના અભિયાનમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા છે. તેઓ કોલકાતાની ઘટનાને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની અને ઘટના માટે જવાબદાર લોકોની ધરપકડની માંગ કરી હતી. નબન્ના એ પશ્ચિમ બંગાળ સરકારનું સચિવાલય છે. લાઠીચાર્જથી ગુસ્સે ભરાયેલા યુવાનોએ સંતરાગાછીમાં પોલીસ પર ઈંટો અને પથ્થરો ફેંક્યા હતા. જેમાં ઘણા અધિકારીઓ ઘાયલ થયા હતા. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે પોલીસની કાર્યવાહીમાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.