GUJARAT

Ahmedabad Rain: ત્રાગડ બ્રિજને લઈ અમદાવાદ ટ્રાફિક પોલીસની મહત્વની સુચના

  • અમદાવાદ ટ્રાફિક પોલીસની મહત્વની સુચના
  • ત્રાગડ બ્રિજ પર પાણી ભરાતા સર્વિસ રોડનો ઉપયોગ કરવો
  • ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરીને આપી માહિતી

હાલ રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે અમદાવાદને મેઘરાજા ધમરોળી રહ્યા છે. જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હોવાનું સામે આવ્યું હતું. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.

વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

અમદાવાદમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે પાણી ભરાય જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ અનેક રસ્તાઓ પર પાણી ભરાય ગયા હોવાના કારણે રસ્તાઓ બંધ કરવા પડ્યા છે.

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી

ત્યારે અમદાવાદમાં ત્રાગડ બ્રિજ પર પાણી ભરાય ગયા હોવાથી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વની સૂચના આપવામાં આવી છે. જેમાં ત્રાગડ બ્રિજ પર પાણી ભરાય ગયા હોવાના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંડાલ ઓવર બ્રિજ ન ચડતા સર્વિસ રોડનો ઉપયોગ કરવાનું જણાવ્યું હતું.

ઝુંડલ ઓવરબ્રિજ ન ચડીને સર્વિસ રોડનો ઉપયોગ કરવો

અમદાવાદ ટ્રાફિક પોલીસના ઇન્સ્ટાગ્રામ પર સૂચના આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, તપોવન સર્કલથી આવતા વાહનોએ ટોલટેક્સ ક્રોસ કર્યા પછી ડાબી બાજુથી ઝુંડાલ ઓર્ડર બ્રિજ ન ચડતા સર્વિસ રોડનો ઉપયોગ કરી ઝુંડલ ઓવરબ્રિજ નીચેથી જમણી બાજુ વળી અડાલજ થી વૈષ્ણોદેવી સર્કલ સુધી જઈ શકાશે.

રાજ્યમાં 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

સાથે જ ટ્રાફિક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકો પરત પણ આજ રીતે આવી શકાશે તે પ્રકારનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. મહત્વનું કહી શકાય કે, રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ આજે રાજ્યમાં 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button