GUJARAT

Muli: બહેનનાં પ્રેમલગ્નમાં મદદગારી કર્યાની શંકા રાખી બે-યુવતી અને પિતાને માર માર્યો

  • સરલા ગામના બનાવની પોલીસ ફરિયાદ નોંધાઈ
  • પ્રતીકની બહેને થોડા સમય પહેલા પ્રતીકની મરજી વિરૂધ્ધ પ્રેમલગ્ન કર્યા હતા
  • પ્રેમલગ્નમાં કરવામાં પુજાબેન સહિતનાઓએ મદદ કરી હોવાની પ્રતીકને શંકા હતી  

મૂળી તાલુકાના સરલા ગામે રહેતા યુવાનની બહેને પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારે પ્રેમલગ્નમાં મદદગારી કરી હોવાની શંકા રાખી યુવાને 2 યુવતી અને પિતાને માર મારી તેના પિતાને અપશબ્દો કહી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ સરલા ગામે 23 વર્ષીય પુજાબેન જનકભાઈ શુકલ રહે છે. તેઓના ઘરની સામે પ્રતીક ઉર્ફે ગની ઘનશ્યામભાઈ ચાણપુરા રહે છે. પ્રતીકની બહેને થોડા સમય પહેલા પ્રતીકની મરજી વિરૂધ્ધ પ્રેમલગ્ન કર્યા હતા. આ પ્રેમલગ્નમાં કરવામાં પુજાબેન સહિતનાઓએ મદદ કરી હોવાની પ્રતીકને શંકા હતી. ત્યારે ગત તા. 23મીએ રાત્રે પુજાબેન, તેમની નાની બહેન વંદનાબેન, પિતા જનકભાઈ સહિતનાઓ ઘરની બહાર બેઠા હતા. ત્યારે પ્રતીકે આવી અહીં કેમ બેઠા છો તેમ કહી જનકભાઈને અપશબ્દો કહ્યા હતા. જેમાં જનકભાઈએ અપશબ્દો કહેવાની ના પાડતા પ્રતીક મારવા જતા બન્ને બહેનો વચ્ચે પડી હતી. જેમાં પ્રતીકે બન્ને બહેનોને ધક્કો મારી નીચે પાડી દઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની મૂળી પોલીસ મથકે પુજાબેને પ્રતીક ચાણપુરા સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ સમરથસીંહ ચૌહાણ ચલાવી રહ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button