GUJARAT

Gujarat Rain: ઉપલેટાના તલંગણા ગામે હજારો વિઘા ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન

  • ભાદર નદીના કાંઠા તૂટવાથી ખેડૂતોને નુકસાન
  • ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોનો પાક બગડ્યો
  • કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન

સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને ખેડૂતોને વધારે નુકસાન થયુ છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તલંગણા ગામે ભાદર નદીના કાંઠા તુટવાથી ખેડૂતોના હજારો વિઘામા પાક નિષ્ફળ તથા ખેતરમાં ધોવાણ થયેલ છે. જેમા મુખ્ય પાકો કપાસ, મગફળી, સોયાબીનના પાકોને વધારે નુકસાન થયુ છે. તલંગણા ગામમા આવેલ ખેતરો ધોવાણ ખેડૂતો પર પડતા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

વરસાદમાં માનવ સાંકળ બનાવી દર્દીનું રેસ્કયુ કરવામાં આવ્યું

રાજ્ય સરકાર દ્વારા વરસાદ અને પૂરની સ્થિતિમાં પણ નાગરિકોના સ્વાસ્થ્યની સતત દરકાર રાખવામાં આવી રહી છે. દર્દીને સમયસર જરૂરિયાત મુજબ સારવાર મળી રહે તે માટે આરોગ્યની ટીમ તૈનાત છે. તેનું ઉત્તમ ઉદાહરણ ઉપલેટા ખાતે જોવા મળ્યું હતું. ઉપલેટાના ગણોદ ગામના 26 વર્ષીય મહિલાને સાપે ડંખ મારતા SDRFની ટીમે પૂરના પ્રવાહમાં દોરડા વડે માનવ સાંકળ બનાવી દર્દીનું રેસ્કયુ કરી 108માં પ્રાથમિક સારવાર આપી તુરંત ઉપલેટા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

પરિજનોએ તમામનો આભાર માન્યો

SDRF અને 108 સેવાના સમયસર અને સહયોગી પ્રયાસને પરિણામે સાપના ડંખનો ભોગ બનેલા મહિલાને બચાવવા અને સારવાર કરવામાં સફળતા મળી હતી. પીડિત મહિલા મીનલબેન મસુરિયાને 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા તાત્કાલિક તબીબી સહાય મળી હતી. સાપ વિરોધી ઝેરના ઈન્જેક્શનની ઉપલબ્ધતાએ તેમનો જીવ બચાવી શકાયો હતો. હાલ મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. SDRF તથા આરોગ્યની ટીમના ઝડપી પ્રતિસાદ થકી દર્દીનાં જીવનની રક્ષા થતાં તેમના પરિજનોએ તમામનો આભાર માન્યો હતો.

સર્પદંશથી ઘાયલ મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર અને જિલ્લામાં હાલ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે પરંતુ, આ વરસાદી પાણી અનેક જગ્યાએ ભરાઈ જતા લોકોનું જનજીવન અસરગ્રસ્ત થયું છે. આ વચ્ચે ઉપલેટાના ગણોદ ગામે ભારે વરસાદમાં ધસમસતા પાણી વચ્ચે સર્પદંશથી ઘાયલ મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button