- તુર્કીની ઓઝનુર (704 પોઇન્ટ) અને શીતલ (703) સાથે ટોચના બે ક્રમે રહી
- શીતલ દેવીએ 703 પોઇન્ટ સાથે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો
- બ્રાઝિલની કાર્લા ગોગેલ અને તુર્કીની ઓઝનુરને પાછળ રાખીને ટોચનું સ્થાન મેળવ્યું
આર્મલેસ (હાથ વિનાની) ભારતીય આર્ચર શીતલ દેવી પેરિસ પેરાલિમ્પિકની વિમેન્સ તીરંદાજી ઇવેન્ટની વ્યક્તિગત કમ્પાઉન્ડ ઇવેન્ટમાં એક પોઇન્ટ માટે વર્લ્ડ રેકોર્ડથી વંચિત રહી હતી.શીતલ દેવીએ 703 પોઇન્ટ સાથે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો .
પરંતુ ગણતરીની મિનિટોમાં તેની હરીફ તુર્કીની ઓઝનુર કુરેએ અંતિમ પોઇન્ટમાં બાજી મારીને 704 પોઇન્ટ સાથે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. શીતલ અને ઓઝનુરે અગાઉ પેરા ગેમ્સમાં જેસિકા સ્ટ્રેટોનના 694 પોઇન્ટ તથા ફોબે પીટરસનના 698 પોઇન્ટના વર્લ્ડ રેકોર્ડને તોડી નાખ્યા હતા.
રેન્કિંગ રાઉન્ડની શરૂઆતથી જ શીતલ અને ઓઝનુર બંને ટોચના ક્રમે હતા અને બીજા હાફના અંત સુધીમાં ભારતીય તીરંદાજ આગળ હતી. તેણે બ્રાઝિલની કાર્લા ગોગેલ અને તુર્કીની ઓઝનુરને પાછળ રાખીને ટોચનું સ્થાન મેળવ્યું હતું. શીતલે પોતાના છેલ્લા પ્રયાસમાં નવ પોઇન્ટ સાથે કુલ 703 પોઇન્ટ મેળવ્યા હતા પરંતુ ઓઝનુરે અંતિમ પ્રયાસમાં પરફેક્ટ-10ના શોટ સાથે રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. ફાતેમાહ હેમાતી 696 પોઇન્ટ તથા જોડી ગ્રિનહામ 693 પોઇન્ટ સાથે અનુક્રમે ત્રીજા અને ચોથા ક્રમે રહી હતી.
ટેક્વોન-ડોમાં ભારતની અરુણા તનવારનો પરાજય થયો
ટેક્વોન-ડોમાં ભારતની મેડલ મેળવવાની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. અરુણા તનવારનો વિમેન્સ કે-44-47 કેટેગરીના રાઉન્ડ ઓફ 16માં તુર્કીની નુરચિહાન ઇકિન્ચી સામે 0-19ના સ્કોરથી પરાજય થયો હતો. તુર્કીની ખેલાડી સામે અરુણા સહેજ પણ ટકી શકી નહોતી. પાંચ મિનિટના રાઉન્ડમાં તે એક પણ પોઇન્ટ મેળવી શકી નહોતી. ઇકિન્ચીએ નવ વખત બોડી કિક દ્વારા બે-બે પોઇન્ટ મેળવ્યા હતા. અરુણાએ ફાઉલ કરતાં ઇકિન્ચીને એક પેનલ્ટી પોઇન્ટ પણ એનાયત કરાયો હતો. જે એથ્લેટ્સ એક હાથમાં કોણી સુધીનો ભાગ ધરાવતા એથ્લેટ્સને કે-44 કેટેગરીમાં સ્થાન મળે છે. પેરા ટેક્વોન્ડોને 2021માં યોજાયેલી ટોક્યો ગેમ્સમાં પ્રથમ વખત સ્થાન આપવામાં આવ્યું હતું.
Source link