GUJARAT

Junagadh: જુનાગઢમાંથી 5.50 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો

  • નશાનો કાળો કારોબાર ડામવા માટે જુનાગઢ પોલીસ એકશન મોડમાં
  • જૂનાગઢના મુબારક બાદ વિસ્તારમાંથી 5.50 kg ગાંજો મળી આવ્યો
  • ગાંજા સાથે એક મહિલા સહિત ત્રણ સખ્શની ધરપકડ કરવામાં આવી

જિલ્લામાં નશાનો કાળો કારોબારનો પર્દાફાશ કરવા માટે જુનાગઢ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે જુનાગઢમાંથી 5.50 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે.

જુનાગઢમાં નશાનો કાળો કારોબાર ડામવા માટે જુનાગઢ પોલીસ એકશન મોડમાં આવી છે અને જુનાગઢ જિલ્લામાં ડ્રગ્સ કે એનડીપીએસને લગતા ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જુનાગઢના મુબારક બાદ વિસ્તારમાંથી 5.50 kg ગાંજા સાથે એક મહિલા સહિત ત્રણ સખ્સની ધરપકડ કરવામાં આવી છે. મુબારક બાગ વિસ્તારમાં રહેતી સોનીબેન મકવાણાના ઘરમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વધુ પૂછપરછમાં આ જથ્થો ગોપાલ ચુડાસમા અને શૈલેષ મકવાણા સાથે રાખી અને વેચાણ કરતા હોવાનું સામે આવતા પોલીસે સોનીબેન મકવાણા ગોપાલ ચુડાસમા ને શૈલેષ મકવાણાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 5.50 kg ગાંજાનો જથ્થો કિંમત 55,780નો કબજે લઈને ગાંજાનો જથ્થો આપનાર સાગર ચૌહાણ નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે અને ઝડપાયેલ મહિલા સહિત ત્રણે આરોપીઓની સધન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button