- ચાલુ વર્ષે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 13.3 લાખ
- વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ પોતાની સ્કીમ્સમાં પરિવર્તન કરી રહેલી વીમા કંપનીઓ
- પ્રતિકૂળ સ્થિતિને હવે ભારતીય વીમા કંપનીઓ તક તરીકે જોઈ રહી છે
જેમ જેમ વર્ષ વિતતા જાય છે તેમ તેમ વિદેશમાં અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓના પ્રમાણમાં તીવ્ર વધારો થતો જઈ રહ્યો છે.
આ વધારો થવાના કારણે વિદેશમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓ માટે ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને કારણે જોખમો પણ વધ્યા છે. જેથી વિદેશમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓની જરૂરિયાતને અનુરૂપ થવા વીમા કંપનીઓ પોતાની સ્કીમમાં સુધારા કરવા સાથે તેને વધુ વૈવિધ્યસભર પણ બનાવી રહી છે. વિદેશ મંત્રાલયના ડેટા મુજબ, ચાલુ વર્ષે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 13.3 લાખ છે.
યુક્રેન-રશિયા યુદ્ધને કારણે યુક્રેનમાં અભ્યાસ કરતાં ઘણાં ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેન છોડવાની ફરજ પડી હતી. આ સાથે ઘણાં દેશોમાં ઊંચા હેલ્થકેર ખર્ચને કારણે પણ ભારતીય વિદ્યાર્થીઓ પરત સ્વદેશ આવવા મજબૂર થાય છે. જેથી એવી ઘણી વીમા સ્કીમ્સ હતી જે વિદ્યાર્થીઓની આવી ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરતી હતી. આ પ્રતિકૂળ સ્થિતિને હવે ભારતીય વીમા કંપનીઓ તક તરીકે જોઈ રહી છે. એચડીએફસી ઈર્ગો વિચારી રહી છે કે, વિદ્યાર્થીઓને પોતાના વીમા પેકેજને અનુકૂળ બનાવવાની મંજૂરી આપવામાં આવે. ટાટા એઆઈજીએ તાજેતરમાં બેથી ત્રણ વર્ષ માટેના સુરક્ષા કવચ સાથેની વીમા પોલિસી લાગુ કરી છે. જ્યારે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડએ ભારતીય વિદ્યાર્થીઓના વિદેશમાં રહેણાંકનો ખર્ચ પણ કવર કર્યો છે અને જો વિદ્યાર્થીઓ જે દેશમાં અભ્યાસ કરી રહ્યાં છે ત્યાંના સત્તાધીશો દેશ છોડવાના દિશા-નિર્દેશો બહાર પાડે તો તેવી સ્થિતિમાં મુસાફરી ખર્ચ પણ પરત કરવામાં આવશે. જોખમી ક્ષેત્રોમાં ટ્રાવેલ ઈન્શ્યોરન્સના પ્રીમિયમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઈઝરાયેલ અથવા એવા દેશો જેની સ્થિતિ વધુ પડતી કઠરો થઈ શકે છે તેવા ક્ષેત્રો માટે પ્રાઈઝિંગમાં પણ 20થી 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જે મોટાભાગે ગમે ત્યારે ટ્રિપ રદ્દ થવાને કારણે છે.
નોંધનીય છે કે, વિદેશની યુનિવર્સિટીઓ પોતાના દેશમાં અભ્યાસ કરતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વીમો ફરજિયાત બનાવે છે ત્યારે ભારતીય વીમા કંપનીઓ વિદ્યાર્થીઓની આ જરૂરિયાતને પહોંચીવળવા પ્રયાસો કરી રહી છે.
ભૌતિક અને પોલિસી લાભના સમયગાળાના આધારે પ્રિમિયમની રેન્જ રૂ.1,200થી રૂ.37,000
કવર એમાઉન્ટ રેન્જ 50,000 ડોલરથી પાંચ લાખ ડોલર
ભારતીય વિદ્યાર્થીઓને વિદેશમાં કઈ સ્થિતિ માટે વીમા કવચ મળે છે
રાજકીય કટોકટી ,ભૂકંપ,આગ,પૂર ,રોગચાળો ,અભ્યાસ આડે વિધ્ન પેદા થાય તો
ફીનું વળતર ચૂકવવું , ધરપકડ, અટકાયત સામે બેલ બોન્ડ કવરેજ , હાઈજેકિંગની સ્થિતિમાં દૈનિક ભથ્થું કે ચૂકવણી
Source link