NATIONAL

Kolkata Case : નવા વીડિયોમાં જોવા મળતા લોકો તપાસ સાથે સંકળાયેલા છે

  • પોલીસે ખુલાસો કર્યો કે ઘટનાના પુરાવા સાથે કોઈ ચેડાં કરાયા નથી
  • બંને વીડિયો પોલીસ દ્વારા ઇન્કવેસ્ટ કામગીરી પૂરી થઈ તે વખતનાં હોવાની સ્પષ્ટતા
  • હત્યાની ઘટના પછી તલા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો

કોલકાતા આર.જી. કર હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં મહિલા ટ્રેઈની ડૉક્ટર સાથે રેપ કરાયા પછી તેની ઘાતકી હત્યાના કેસમાં બહાર આવેલા બે નવા વીડિયોમાં જોવા મળતા લોકો હોસ્પિટલનાં એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ સિવાયના લોકો હોવાનો દાવો કરાયો છે.આને કારણે સેમિનાર હૉલમાં હત્યા પછી પુરાવા સાથે ચેડાં કરાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

જો કે લાલબજાર પોલીસ મથક દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા બે ફોટોગ્રાફ એવું દર્શાવે છે કે નવા વીડિયોમાં ઘટનાસ્થળે જોવા મળતા કેટલાક લોકો તપાસ સાથે સંકળાયેલા છે. બંને વીડિયો પોલીસ દ્વારા મૃતદેહની ઇન્કવેસ્ટ કામગીરી પૂરી થઈ તે વખતનાં હોવાની પોલીસે સ્પષ્ટતા કરી છે. પોલીસે ખુલાસો કર્યો છે કે ઘટનાનાં પુરાવા સાથે કોઈ ચેડાં કરાયા નથી. ફોટામાં દેખાયા લોકો તપાસ સાથે સંકળાયેલા છે. હત્યાની ઘટના પછી તલા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સવારે 10.30 કલાકે ઘટનાસ્થળને કોર્ડન કરી લીધું હતું. આથી પુરાવા સાથે ચેડાં કરવાની કોઈ શક્યતા નથી. નવા વીડિયો ઇન્કવેસ્ટ કામગીરી પૂરી થયા પછી બપોરે 4.40 કલાકના છે. જેમાં પોલીસ કમિશનલ વીનિત ગોયલ અને એડિશનલ સીપી મુરલીધર શર્મા પણ જોવા મળે છે. જેઓ ડિટેક્ટિવ ટીમની આગેવાની સંભાળી રહ્યા છે. તેમાં વીડિયોગ્રાફર, FSLનો સ્ટાફ તેમજ મહિલા ફરિયાદ નિવારણ વિભાગનાં OC જોવા મળી રહ્યા છે. ડીસીપી મુખરજીએ સ્પષ્ટતા કરી હતી કે તમામ લોકોની ઓળખ થઈ છે અને સૌ અમારા સ્ટાફ સાથે સંકળાયેલા પરિચિત લોકો છે. મૃતદેહને કોર્ડ કરેલા વિસ્તારમાં કોઈ અજાણ્યાને પ્રવેશવા દેવામાં આવ્યા નથી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button