- બીજી ટેસ્ટ : પાકિસ્તાન 274 રનમાં ઓલઆઉટ, બાંગ્લાદેશ વિના વિકેટે 10 રન
- બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસની રમત દરમિયાન પાકિસ્તાનને પ્રથમ દાવમાં 274 રનના સ્કોરે સમેટી દીધું હતું
- 614 દિવસના ગાળામાં બેસ્ટ સ્કોર 41 રનનો રહ્યો છે
મેહદી હસન મિરાઝે ઝડપેલી પાંચ વિકેટની મદદથી બાંગ્લાદેશે બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસની રમત દરમિયાન પાકિસ્તાનને પ્રથમ દાવમાં 274 રનના સ્કોરે સમેટી દીધું હતું.
રમતના અંતે બાંગ્લાદેશે વિના વિકેટે 10 રન બનાવી લીધા હતા. ઓપનર શફિક (0) પ્રથમ ઓવરના છેલ્લા બોલે આઉટ થયા બાદ સઇમ અયુબ (58) અને શાન મસૂદે (57) બીજી વિકેટ માટે 107 રનની ભાગીદારી નોંધાવી હતી. બાબર આઝમ 31 રન બનાવીને આઉટ થયો હતો. પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગમાં ફ્લોપ રહેલા બાબરે બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં 77 બોલનો સામનો કર્યો હતો. બાબર ટેસ્ટ ફોર્મેટમાં છેલ્લા 614 દિવસથી સતત ખરાબ ફોર્મમાં છે. આ ગાળામાં તે એક પણ અડધી સદી નોંધાવી શક્યો નથી. બાબરે છેલ્લે 2022માં કરાચી ખાતે ન્યૂઝીલેન્ડ સામે 161 રનની ઇનિંગ રમી હતી. 614 દિવસના ગાળામાં બેસ્ટ સ્કોર 41 રનનો રહ્યો છે. સલમાન આગાએ 95 બોલમાં 54 રનની ઇનિંગ રમીને ટીમનો સ્કોર 250 સુધી પહોંચાડયો હતો. બાંગ્લાદેશ માટે મહેદીએ 61 રનમાં પાંચ તથા તસ્કિન એહમદે 57 રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી.
Source link