અમદાવાદના વિરમગામ વિસ્તારના ST બસ સ્ટેન્ડમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે અને એસટી બસ સ્ટેન્ડ હાલમાં તળાવ બન્યું છે. બસ સ્ટેન્ડમાં પાણી ભરતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બસ સ્ટેશનમાં પાણી ભરાઈ રહેવાના કારણે રોડ પર પણ લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
ત્યારે બીજી તરફ બસ સ્ટેશનમાં પાણી ભરાઈ રહેવાના કારણે રોડ પર પણ લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ડેપો વર્કસમાં ઢીંચણસમા પાણી ભરાતા લોકો અવર જવર કરવામાં પણ ભારે હાલાકી પડી રહી છે. ત્યારે હાલમાં બસ સ્ટેન્ડ બહારથી ST રૂટો ચાલુ રાખવા મજબૂર બનવુ પડ્યુ છે.
છોટાઉદેપુરમાં પણ અતિભારે વરસાદને લઈ ભારે નુકસાન
છોટાઉદેપુરમાં પણ અતિભારે વરસાદને લઈ ભારે નુકસાન થયું છે. લોકોને રોડ પરથી અવર જવર કરવા માટે હાલાકી પડી રહી છે, કારણ કે તમામ રસ્તાઓ ધોવાઈ ગયા છે. ત્યારે કોંગ્રસે દ્વારા હાલ લોકોની સમસ્યા દૂર થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે તેને લઈ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસેલા ભારે વરસાદને પગલે ભારે નુકસાની વેઠવાનો વારો પ્રજાને આવ્યો છે. જેમાં છોટા ઉદેપુર જિલ્લો પણ બાકાત નથી રહ્યો. છોટા ઉદેપુર જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 56 કે જે પાવીજેતપુર તાલુકામાંથી પસાર થઈ રહ્યો છે. આ માર્ગ ઉપર ભારજ નદી ઉપરનો બ્રિજ ગયા વર્ષે નદીમાં પુર આવવાથી બે પાયા બેસી ગયા હતા. આ બ્રિજ ભારજ નદીમાં ભારે પાણી આવવાથી બે ભાગમાં વહેંચાઈ ગયો છે. જેથી આ બ્રિજ પરથી રાહદારીઓ માટે અવર જવર બંધ કરવામાં આવી છે અને માર્ગ બંધ થતા હવે લોકોને 30 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે.
Source link