NATIONAL

Jharkhandમાં સરકારી ભરતી વખતે શારીરિક ટેસ્ટમાં 10નાં મોત

  • એક્સાઈઝ કોન્સ્ટેબલના 10 નોકરી વાંચ્છુઓનાં મોતની જ્યુડિશિયલ તપાસ કરવા ભાજપની માગણી
  • મૃતકોનાં આશ્રીતોને નોકરી તેમજ વળતર આપવાની માંગણી
  • આવી ગંભીર ઘટનાની જ્યુડિશિયલ તપાસ કરવા માંગ કરાઈ

ઝારખંડમાં એક્સાઈઝ કોન્સ્ટેબલની ભરતી ઝુંબેશ વખતે શારીરિક ટેસ્ટ દરમિયાન 10 જેટલા ઉમેદવારોનાં મૃત્યુ થયાની ઘટના પ્રકાશમાં આવી હતી. ભાજપનાં રાજ્ય પ્રમુખ બાબુલાલ મરાન્ડીએ આ ઘટનામાં નોકરી વાંચ્છુઓનાં મોતની જ્યુડિશિયલ તપાસ કરવાની તેમજ મૃતકોનાં આશ્રીતોને નોકરી તેમજ વળતર આપવાની માંગણી કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે ઝારખંડમાં રાંચી, ગિરિડીહ, હઝારીબાગ, પલામુ, ઈસ્ટ સિંગભૂમ અને સાહેબગંજ જિલ્લાઓમાં એક્સાઈઝ કોન્સ્ટેબલની ભરતી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. દુર્ભાગ્યે કેટલાક સેન્ટરમાં શારીરિક કસોટી વખતે કેટલાક નોકરી મેળવવા ઈચ્છતા લોકોનાં મોત થયા હતા. કયા કારણોસર ઉમેદવારોનાં મૃત્યુ થયા તેની તપાસ કરાઈ રહી છે. ઘટનાનાં સંદર્ભમાં સત્તાધીશો સામે કેસ કરાયો છે.

પરીક્ષા કેન્દ્રો ખાતે યોગ્ય આરોગ્ય સુવિધાઓનો અભાવ

ભાજપ નેતાએ આક્ષેપ કર્યો હતો કે પરીક્ષા કેન્દ્રો ખાતે યોગ્ય આરોગ્ય સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો. નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારોને મોડી રાતથી ટેસ્ટ માટે લાઈનમાં ઊભા રાખવામાં આવ્યા હતા અને બીજા દિવસે સવારે ધોમધખતા તડકામાં તેમની પરીક્ષા લેવાઈ હતી. તેમણે મૃતકોનાં આશ્રીતોને તત્કાળ વળતર અને નોકરી આપવાની માંગણી કરી હતી તેમજ આવી ગંભીર ઘટનાની જ્યુડિશિયલ તપાસ કરવા માંગ કરાઈ હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button