- AMC અધિકારીઓની કામગીરી મુદે હાઇકોર્ટ લાલઘૂમ
- AMCના અધિકારીઓને બુદ્ધિનો ઉપયોગ કરવો જ નથી: HC
- એક ભૂલ AMCની નાગરિકોએ પરેશાનીમાં મૂકે છે: HC
અમદાવાદમાં પતિના મૃત્યુ બાદ પત્નિને પતિનું મરણ પ્રમાણપત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં નહીં આવતા મહિલાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેને લઈને હાઈકોર્ટના ન્યાયાધીશ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનરને હાઈકોર્ટમાં હાજર રહેવા જણાવાયુ હતું.
AMCના અધિકારીઓને બુદ્ધિ પૂર્વક કામ કરવા HCની ટકોર
મહિલાએ મરણના પ્રમાણપત્ર માટે અરજી કરી હતી. જે અરજીથી AMCના અધિકારીઓ જ અજાણ હતા. જેથી ન્યાયાધીશ દ્વારા પૂછવામાં આવતા અધિકારીઓ આ બાબતે અજાણ હોવાનું જણાવતાં હાઈકોર્ટે અધિકારીઓને ધધડાવ્યા હતા. સિવિલમાં પતિનું મૃત્યુ થયું જેની રસીદ પણ મળી છતાં મરણ પ્રમાણપત્ર મળ્યું નથી. પત્નીએ પતિનું ડેથ સર્ટિફિકેટ ન મળતા હાઇકોર્ટમાં અરજી કરી હતી. AMC અધિકારીઓની કામગીરી મુદે હાઇકોર્ટ લાલઘૂમ થઈ હતી. કોર્ટે કહ્યું કે, AMCની એક ભૂલ નાગરિકોને હાલાકીમાં મુકે છે.
Source link