- અંબાજી નજીક હાઈવે પર ભેખડો પડી
- ભેખડો પડતા એક તરફનો રસ્તો બંધ
- પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અંબાજી નજીક હાઈવે પર ભેખડો પડી છે. જેમાં ભેખડો પડતા એક તરફનો રસ્તો બંધ થયો છે. અંબાજીથી આબુરોડ હાઈવેનો આ બનાવ છે. જેમાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. બનાસકાંઠાના અંબાજીમાં આ ઘટના બની છે. જેમાં અંબાજી નજીક હાઈવે માર્ગ પર ભેખડો પડી છે તેમાં એક તરફનો માર્ગ બંધ કરાયો છે.
રાજસ્થાનની સરહદ ઉપરની મોટી ઘટના બની
અંબાજીથી આબુરોડ હાઈવે માર્ગ પર પહાડથી ભેખડો ધસી આવી છે. જેમાં છાપરી નજીક પહાડ ઉપરથી ભેખડો પડતા પોલીસ દોડી આવી છે. રાજસ્થાન પોલીસ તાત્કાલીક આવીને એક તરફનો માર્ગ બંધ કર્યો છે. જો કોઇ ગાડી આવી ગઈ હોત તો મોટી જાનહાની સર્જાઈ હોત જેમાં ફોર લેન હાઈવે માર્ગ પર આબુ, જયપુર, ઉદયપુર, જોધપુર તરફ હજારો વાહનો આ માર્ગથી પસાર થાય છે. અવારનવાર વરસાદમાં ભેખડો ધસી પડવાની ઘટનાઓ બને છે. ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપરની મોટી ઘટના છે.
ઇડરમલ ગામના લોકો આખી રાતથી નદી કાંઠે ઉભેલા જોવા મળ્યા
રાજસ્થાન ગુજરાત સરહદી વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. જેમાં બાંધિયા ગઢ અને ઈડરમલ જવાનો માર્ગ બંધ છે. ભારે વરસાદથી સરહદી વિસ્તારનું ગામ સંપર્ક વિહોણું થયુ છે. છાપરી નદીમાં પાણીની ભરપૂર આવક થઇ છે. ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. અરવલ્લી ગિરિમાળામાં ભારે પાણી આવ્યુ છે. જેમાં રાજસ્થાન ગુજરાત સરહદ ઉપર આવેલુ ગામ સંપર્ક વિહોણું થયુ છે. બાંધિયા ગઢ અને ઈડરમલ જવાનો માર્ગ સંપૂર્ણ બંધ થતા વાહન ચાલકો ભરાયા છે. સુર પગલાથી ઇડરમલ જવાનો માર્ગ બંધ છે. જેમાં ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. ઇડરમલ ગામના લોકો આખી રાતથી નદી કાંઠે ઉભેલા જોવા મળ્યા છે.
Source link