દેશમાં કરોડો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. રેલવે દ્વારા મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. રેલવે મુસાફરો ઘણી રેલવે સુવિધાઓથી અજાણ રહે છે. તેવી જ રીતે તેમ પણ રેલવેની આ અનોખી સુવિધા વિશે જણાતા નહીં હોવ. તો ચાલો જાણીએ આ અનોખી સુવિધા વિશે. અમે વાત કરી રહ્યા છીએ સર્ક્યુલર જર્ની ટિકિટ વિશે. બહુ ઓછા મુસાફરો આ સુવિધાનો લાભ લે છે. ભારતીય રેલવેની વેબસાઈટ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર રેલવે દ્વારા સર્ક્યુલર જર્ની ટિકિટ નામની ખાસ ટિકિટ જારી કરવામાં આવે છે.
એક ટિકિટ પર 8 સ્ટેશનો પરથી મુસાફરી કરી શકાય
આ સર્ક્યુલર જર્ની ટિકિટ દ્વારા રેલવે મુસાફરો એક ટિકિટ પર 8 અલગ-અલગ સ્ટેશનો પરથી મુસાફરી કરી શકે છે. આ સમયગાળા દરમિયાન તમે ઘણી ટ્રેનોમાં ચડી શકો છો. સામાન્ય રીતે તીર્થયાત્રા કે ફરવા જતા પ્રવાસીઓ રેલવેની આ સુવિધાનો લાભ લે છે. સર્ક્યુલર જર્ની ટિકિટ કોઈપણ વર્ગમાં મુસાફરી માટે ખરીદી શકાય છે.
સર્ક્યુલર જર્ની ટિકિટ
આમાં તમે જ્યાંથી મુસાફરી શરૂ કરો છો. ત્યાં જ સમાપ્ત કરી શકો છો. માની લ્યો કે તમે નવી દિલ્હીથી કન્યાકુમારી સુધીની સર્ક્યુલર જર્ની ટિકિટ લીધી છે, તો તમારી મુસાફરી નવી દિલ્હીથી શરૂ થશે. જેનું સમાપન નવી દિલ્હી ખાતે થશે. તમે મુંબઈ સેન્ટ્રલ, માર્માગોઆ, બેંગલુરુ સિટી, મૈસુર, ઉદગમમંડલમ, તિરુવનંતપુરમ સેન્ટ્રલ થઈને મથુરાથી કન્યાકુમારી પહોંચશો અને તે જ માર્ગ દ્વારા નવી દિલ્હી પાછા ફરશો. સર્ક્યુલર ટિકિટને ટિકિટ કાઉન્ટર પરથી ખરીદી શકાતી નથી. આ માટે તમારે પહેલા અરજી કરવાની રહેશે. તમારે તમારા ટ્રાવેલ રૂટની માહિતી રેલવે અધિકારીઓને આપવી પડશે.
સર્ક્યુલર જર્ની ટિકિટની વેલિડિટી
સર્ક્યુલર જર્ની ટિકિટની વેલિડિટી 56 દિવસ હોય છે. આ ટિકિટ બુક કરાવવા માટે પેસેન્જર્સે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે જ્યાંથી તેમની મુસાફરી શરૂ થાય છે ત્યાં જ સમાપ્ત થવી જોઈએ.
સર્ક્યુલર જર્ની ટિકિટના ફાયદા
જો તમે લાંબા પ્રવાસ પર જઈ રહ્યા હોવ તો અલગ-અલગ સ્ટેશનો પરથી ટિકિટ લેવાની જરૂર નથી. તમારા ટ્રાવેલ રૂટ પ્રમાણે સર્ક્યુલર જર્ની ટિકિટ ખરીદીને તમે વારંવાર ટિકિટ ખરીદવાની ઝંઝટથી બચી શકો છો. આ ઉપરાંત તમારો કિંમતી સમય પણ વેડફતો નથી. જો તમે અલગ-અલગ સ્ટેશનો પર ટિકિટ ખરીદો છો, તો તે મોંઘી થઈ જાય છે. સર્ક્યુલર જર્ની ટિકિટ પર ટેલિસ્કોપિક રેટ લાગુ થાય છે, જે નિયમિત પોઈન્ટ-ટુ-પોઈન્ટ ભાડા કરતા નોંધપાત્ર રીતે ઓછા છે.
Source link