GUJARAT

Dholkaથી-આંબેઠી ગામના રસ્તા પર વરસાદી અને પાલિકાના ગટરનાં-ગંદાં પાણી-પૂરની જેમ ફરી વળ્યા

  • જવાબદાર તંત્રવાહકોની આળસ અને લાલિયાવાડીના કારણે તાલુકાના પાંચ ગામના લોકોની હાલત કફોડી બની
  • શાસક પક્ષના એક અગ્રણીની વાડીની જમીનમાં ખેતી કરવા માટે પાલિકાની
  • મિલીભગતથી ગટરના ગંદા પાણીનો રોડ પર નિકાલ કરાતો હોવાનો આક્ષેપ

ધોળકા થી આંબેઠી જવાના રોડ પર વરસાદી અને ધોળકા નગરપાલિકા ના ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળતાં પાંચ જેટલા લોકો ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

આ રોડ પર પાણી હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી રહી છે. શાળાએ જતા નાના બાળકો પણ આ પાણીમાંથી શાળા એ જઈ સકતા નથી. આ રસ્તામાં છેલ્લા દસ દિવસથી રોડ પર પાણી ફરી વળતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આંબેઠી, વીરપુર, અંધારી, ઝણંદ, વૌઠા સહિત પાંચ ગામના લોકો ને જવર અવર કરવામાં હાલાકી પડી રહી છે. વૌઠા અને ઝણંદ ગામમાં જવા આવવા બીજા રસ્તા નો લોકો ઉપયોગ કરી રહ્યા છે. રોડ પર પાણી ભરાતા વાહન ની પણ અવર જવર થઈ શકતી નથી. રોડમાં પાણીના કારણે મસ મોટા ખાડા પણ પડયા છે. માલધારીઓ ને ઢોર ચરાવવાનો પણ આ મુખ્ય રસ્તો છે. પરંતુ આ રસ્તામાં પાણી ભરાયેલા હોવાથી માલધારીઓ પણ પોતાના પશુઓ ને લઈ જઈ સકતા નથી. અમદાવાદ યુથ કોંગ્રેસના પ્રમુખ હાર્દિકસિંહ દાયમા એ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ ના એક આગેવાન ની મોટા પ્રમાણ માં અહીંયા ખેતીવાડી ની જમીન આવેલી છે જેમાં ખેતી કરવા માટે નગરપાલિકા ની મીલીભગત થી ગટર ના ગંદા પાણી આ રોડ પર છોડવામાં આવી રહ્યા છે. જેથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. અને વાઘ બકરી ની પાછળ સરકાર એ 35 કરોડ ના ખર્ચે ધોળકામાં એસ ટી પી પ્લાન્ટ બનાવ્યો હોવા છતાં નગર પાલિકાના ગટર નાગંદા પાણી તળાવો સહિતના વિસ્તારોમાં છોડી દેવામાં આવે છે. આ 35 કરોડ પણ ધોવાઈ ગયા છે. તેવા આક્ષેપો કર્યા છે. આ પાણી રસ્તા અને તળાવો માં આવતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. આ પાણી નો તંત્ર દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી પાંચ જેટલા ગામ લોકો ની માંગ ઉઠી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button