ભારતીય ટીમ માટે આગામી મોટો પડકાર બાંગ્લાદેશનો હશે, જેમનું મનોબળ સાતમાં આસમાને હશે કારણ કે તેણે ઘરઆંગણે પાકિસ્તાનને 2-0થી હરાવ્યું છે. બાંગ્લાદેશનો ભારત પ્રવાસ 19 ઓગસ્ટથી શરૂ થશે, જ્યાં બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ અને 3 T20 મેચ રમાશે. હવે એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ખુલાસો થયો છે કે BCCI દુલીપ ટ્રોફી 2024ની પ્રથમ રાઉન્ડની મેચો બાદ ટીમની જાહેરાત કરી શકે છે.
આ દિવસે જાહેર થશે ભારતીય ટીમ
એક રિપોર્ટ અનુસાર, દુલીપ ટ્રોફીના પહેલા રાઉન્ડની મેચો પૂરી થયા બાદ BCCI બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ ટીમની જાહેરાત કરી શકે છે. દુલીપ ટ્રોફીના પ્રથમ રાઉન્ડની મેચો 5 થી 8 સપ્ટેમ્બર સુધી રમવાની છે. જે ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે તેઓ 12 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામેની સિરીઝની તૈયારીમાં ચેન્નાઈમાં પ્રશિક્ષણ શિબિરનો ભાગ બનશે.
દુલીપ ટ્રોફી વિશે વાત કરીએ તો, વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન સિવાય, ટીમના અન્ય તમામ નિયમિત સભ્યો આ આગામી ટ્રોફીમાં રમતા જોવા મળશે. શુભમન ગિલ ઈન્ડિયા Aની કેપ્ટનશીપ કરશે, ઋતુરાજ ગાયકવાડ ઈન્ડિયા Cની અને શ્રેયસ ઐયર ઈન્ડિયા D ટીમની કેપ્ટનશીપ કરશે. જ્યારે ઈન્ડિયા Bની કમાન અભિમન્યુ ઈશ્વરને સોંપવામાં આવી છે.
કેવું રહેશે ભારતનું શેડ્યૂલ
બાંગ્લાદેશનો ભારત પ્રવાસ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે, ત્યારબાદ બે ટેસ્ટ મેચ અને પછી ત્રણ T20 મેચોની સિરીઝ રમાશે. ટીમ ઈન્ડિયાને ત્યારબાદ ન્યુઝીલેન્ડના પડકારનો સામનો કરવો પડશે, જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ રમાશે. તે પછી બધાની નજર ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર રહેશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલને ધ્યાનમાં રાખીને આ તમામ મેચો ઘણી મહત્વની બની રહેશે.
બાંગ્લાદેશ સામે ભારતની સંભવિત ટેસ્ટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, સરફરાઝ ખાન, દેવદત્ત પડિકલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, રિષભ પંત, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ. મુકેશ કુમાર, આકાશ દીપ/અર્શદીપ સિંહ
Source link