શિક્ષક દિવસે જ ભાવિ શિક્ષકોનો વિરોધ શરૂ થયો છે. જેમાં શિક્ષકોની ભરતી માટે ગાંધીનગરમાં આંદોલન શરૂ થયુ છે. TAT HSનું નોટિફિકેશન જાહેર કરવા આંદોલન કરવામાં આવ્યું છે. તેમાં ગાંધીનગર સિવિલ બહાર ઉમેદવારોનો વિરોધ શરૂ થયો છે. શિક્ષકોની ભરતીને લઇ ઉમેદવારો રોડ પર બેઠા છે.
1 સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર ના થતા આંદોલન શરૂ થયુ
1 સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર ના થતા આંદોલન શરૂ થયુ છે. તેમાં 4000 જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર થવાનું હતુ. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે કરાર આધારિત જ્ઞાનસહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જેને લઈને અગાઉ ઉમેદવારોના ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આ ઉમેદવારો લડી લેવાના મૂડમાં હતા. ત્યારે 18મી જૂને TET-TATના પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે આવેલા પથિકાશ્રમ પાસે એકઠા થયા હતા અને આંદોલન શરૂઆત કરી હતી. જેને પગલે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને ઉમેદવારોની ટિંગાટોળી કરી અટકાયતનો દૌર શરૂ કર્યો હતો.
શિક્ષકો તેમના હક માટે ન્યાયની લડત લડી રહ્યાં છે
ટેટ-ટાટ પાસ હજારો ઉમેદવારો લાબા સમયથી કાયમી ભરતીની રાહ જોઈ રહ્યા હતા. પરતું રાજ્ય સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાનસહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જેને લઈને ટેટ-ટાટ પાસ થયેલા હજારો ઉમેદવારો સાથે વિરોધીઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. જો કે, આંદોલન કરી રહેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસ એક્શન મોડમાં આવી જતા આંદોલનનો ફિયાસ્કો થઈ ગયો હતો.જેમાં હવે આજે પણ શિક્ષક દિવસે ભાવિ શિક્ષકો તેમના હક માટે ન્યાયની લડત લડી રહ્યાં છે.
Source link