GUJARAT

Accident: ટુ-વ્હિલર સાથે અકસ્માત કરી કારચાલક ભાગ્યો,રોકવાનો પ્રયાસ કરતાં ફરી ટક્કર મારી

એસજી હાઈવે સર્વીસ રોડ પર એક કારે એક્સેસને ટક્કર મારી ભાગવા લાગ્યો હતો. જેથી ટુવ્હિલર ચાલકે પીછો કરીને પ્રહલાદનગર પાસે રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે કાર ચાલકે ફરીથી ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. બીજી બાજુ ઈજાગ્રસ્ત એક્સેસ ચાલકને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે એસજી હાઈવે ટ્રાફ્કિ પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વૈષ્ણોદેવી પાસે રહેતા 35 વર્ષીય હાર્દીક સોલંકી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. બુધવારે સવારે તેઓ એક્સેસ લઈને ઈસ્કોન ગાંઠીયાથી પ્રહલાદનગર જવા નિકળ્યા હતા. ત્યારે એસજી હાઈવે સર્વીસ રોડ પર એક કાર ચાલકે પાછળથી તેમના એક્સેસને ટક્કર મારી હતી. જેથી નુકશાન થયુ હોવાથી હાર્દીકભાઈએ કાર ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો તો તે ત્યાંથી કાર ચલાવી ભાગ્યો હતો. જેથી હાર્દિકભાઈએ પણ એક્સેસથી તેનો પીછો કર્યો હતો અને પ્રહલાદનગર ત્રણ રસ્તા પાસે પહોંચીને કાર ચાલકને રોકવા રસ્તા પર આવ્યા હતા. તે સમયે કાર ચાલકે હાર્દિકભાઈને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જેથી હાર્દિકભાઈ જમીન પર પટકાતા હાથ તથા પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ અંગે હાર્દિકભાઈએ એસજી હાઈવે 2 ટ્રાફ્કિ પોલીસ સ્ટેશનમાં ફરાર કારચાલક સામે ફરિયાદ નોધાવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button