ગાંધીનગરના માણસામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં દહેગામમાં 2 કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. ખેડાના કપડવંજમાં 2 ઇંચ, કુકરમુંડામાં 1 ઇંચ વરસાદ આવ્યો છે. રાજ્યમાં બે કલાકમાં 49 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ગાંધીનગર જિલ્લાના માણસામાં ભારે વરસાદ આવ્યો છે. જેમાં માણસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
પાણી ભરાતા સામાન્ય જનજીવનને અસર થઇ
પાણી ભરાતા સામાન્ય જનજીવનને અસર થઇ છે. માણસા સીટી, ઇટાદરા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ભારે વરસાદ છે. રાતે પડેલા ભારે વરસાદને કારણે આ વિસ્તારોમાં પાણી ભરાયા છે. માણસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સામાન્ય જનજીવનને અસર થઇ છે. માણસા સીટી, ઇટાદરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. આજે સવારથી વરસાદનું જોર ઘટ્યુ છે.ગાંધીનગરમાં દહેગામમાં સવારે બે કલામાં અઢી ઈંચ વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.દહેગામ તાલુકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે,ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોને હાલાકી પડી રહી છે,સાથે સાથે સવારના સમયે શાળાએ જતા વિધાર્થીઓને પણ તકલીફ પડી હતી.
સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ
દહેગામ પંથકમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે.આ પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી છે કોઈ એક દિવસની નથી. સ્થાનિકો તેમજ વેપારીઓનો આક્ષેપ છે કે,દર ચોમાસામાં આ રીતે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે જેના કારણે તકલીફ પડી રહી છે, ઘણી વાર ભારે વરસાદ પડે તો દુકાનોમાં પણ પાણી ભરાઈ જાય છે. જેના કારણે દુકાનમાં રહેલો માલસામન પલળી જાય છે. પાણી ભરાવાને લઈ ઓફીસ જવાના સમયે વાહનચાલકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
Source link