ભારતીય શેરબજારો આજે 6 સપ્ટેમ્બરે સતત ત્રીજા દિવસે નુકસાન સાથે બંધ થયા છે. સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. નિફ્ટી સરકીને 24,850ની નજીક બંધ થયો. તેના કારણે રોકાણકારોની સંપત્તિ એક જ દિવસમાં લગભગ 5.25 લાખ કરોડ રૂપિયા ડૂબી ગઈ. આ સમગ્ર સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 1.5 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.
આજે સતત ત્રીજો દિવસ હતો જ્યારે માર્કેટમાં ઘટાડો નોંધાયો છે. ગુરુવારે સેન્સેક્સ 151 અને નિફ્ટી 53 અંકોના ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે બુધવારે સેન્સેક્સમાં 202 અંક અને નિફ્ટીમાં 81 અંકોનો ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે ઘરેલું માર્કેટ બિલ્કુલ ફલેટ રહ્યું હતું.
સ્ટેટ બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો
આજે સેન્સેક્સ કંપનીઓમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેર સૌથી વધુ 4.40 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. આ સિવાય ICICI બેન્કના શેર 2.09 ટકા, NTPCના શેર 2.08 ટકા, HCL ટેકના શેર 1.95 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર 1.92 ટકા, ટાટા મોટર્સના શેર 1.87 ટકા ઘટયા હતા.
નિફ્ટીના 50 પૈકી 42 કંપનીઓના શેર તૂટયા
કારોબારના છેલ્લા દિવસે એટલે કે, શુક્રવારે સેન્સેક્સની 30માંથી 26 કંપનીઓના શેર નુકસાન સાથે રેડ નિશાનમાં બંધ થયા જ્યારે ચાર કંપનીઓ લીલા નિશાન પર બંધ થયા હતા. આ રીતે નિફ્ટીના 50 પૈકી 42 કંપનીઓના શેર તૂટયા અને માત્રને માત્ર આઠ કંપનીઓના શેર વધારાની સાથે ગ્રીન ઝોનમાં બંધ થયા હતા.
Source link