રાજ્યમાં અવારનવાર આઘપાતના કેસો નોંધાતા રહે છે. બનાસકાંઠાના ડીસામાંથી આવી જ એક ઘટના સામે આવી છે. ડીસાના યુવકે એસિડ પી આપઘાત કરી લીધો છે. મળતી માહિતી મુજબ બનાસકાંઠાના ડીસામાં યુવકે પ્રેમના વિરહમાં એસિડ પી આપઘાત કર્યો છે. યુવકે આપઘાત કરતા પહેલા દર્દ ભરી કહાનીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી હતી
પ્રેમિકાના વિરહમાં અને સમાજના જ વ્યક્તિઓ દ્વારા ધમકી આપવામાં આવતી હોવાતી યુવકે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યા છે. મળતી વિગતો અનુસાર ભોયણ ગામનો યુવક લગ્ન કરવાના ઇરાદે સમાજની જ સગીરવયની યુવતીને ભગાડી ગયો હતો. ત્યાર બાદ સગીરાના પરિવારજનોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્નેને ઝડપી લીધા હતા. જેમાં યુવતી સગીર વયની હોવાથી તેને પાલનપુર નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી હતી, જ્યારે યુવકને જેલમાં ધકેલાયો હતો.
સમાજના વ્યક્તિઓ ધમકી આપતા હોવાથી આપઘાત કર્યો
જ્યાર બાદ યુવક જામીન પર છુટતા અનેક વખત નારી સંરક્ષણ ગૃહમાં પોતાના પ્રેમને મળવાનો પ્રયાસ કરતો હતો. જોકે તેને સમાજના ચાર વ્યક્તિઓ દ્વારા વારંવાર ધમકીઓ મળતા તેમજ યુવતીને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવતા આખરે કંટાળી યુવકે મોબાઇલમાં વીડિયો બનાવી પોતાની સમગ્ર આપવીતીને દુઃખ ભર્યા સ્વરે જણાવી હતી. તેમજ પોતાને ધમકી આપનાર લોકો સામે કડક કાર્યવાહી કરવા પણ વિનંતી કરી હતી. વીડિયો વાયરલ કર્યા બાદ તેણે એસિડ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે 4 શખ્સોની અટકાયત કરી
પોલીસે યુવકના આપઘાતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરતા 4 વ્યક્તિઓના નામ ખુલ્યા હતા. આ મામલે કડી તાલુકા પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Source link