ભારતી આશ્રમના ગાદીના વિવાદ પર અખિલ ભારતીય સંત સમિતિએ વખોડયો છે ભારતી આશ્રમના ચાલતો વિવાદ અખિલ ભારતીય સંત સમિતિમાં પહોંચ્યો.છે ભારતી આશ્રમના વિવાદને શાંતિ જાળવવા અખિલ સંત સમિતિના પ્રદેશ અધ્યક્ષ મહા મંડલેશ્વર દિલીપદાસજીએ અપીલ કરી.છે સનાતન ધર્મની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે તેવા સંતો ન હોય.સાધ્વી બનેલા વિશ્વેશ્વરી ભારતી માતાને ખોટી રીતે બદનામ ન કરાય.અને સનાતન ધર્મને શરમમાં મૂકે તેવી રીતે સંતોને ચિતરાવાનો હરિહરાનંદ બાપુના સમર્થકોએ કર્યું છે સનાતન ધર્મના સ્ત્રીને માન આપવાની વાત હોય અપમાનની નહીં.
હરિહરાનંદ ભારતી આશ્રમના ગાદીપતિ હોવાનો દાવો
હરિહરાનંદ ભારતી આશ્રમના ગાદીપતિ હોવાનો દાવો છે. લંબે નારાયણ આશ્રમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે વિશ્વેશ્વરી ભારતી બાળકીને સાથે લઇને આવ્યા છે. વિશ્વેશ્વરી ભારતી પર લાગેલા આક્ષેપ પર ખુલાસો થયો છે. જેમાં ભારતી આશ્રમના રૂમમાંથી દીકરીનો ફોટો મળ્યો હતો. જેમાં ફોટો વિશ્વેશ્વરી ભારતીની દીકરીનો ન હોવાનો ખુલાસો થયો છે. વિશ્વેશ્વરી ભારતીના ભાઈની દીકરીનો ફોટો હોવાનો ખુલાસો થયો છે. રડતા રડતા વિશ્વેશ્વરી ભારતીના ખુલાસા સામે આવ્યા છે. જેમાં જણાવ્યું છે કે મેં સેવા માટે બાપ વિનાની દીકરીની સેવા કરી છે.
મારા માટે હરિહરાનંદ ગુરુ છે: વિશ્વેશ્વરી ભારતી
વિશ્વેશ્વરી ભારતીએ વધુમાં જણાવ્યું છે કે રમકડાં આ દીકરીના છે. મારા માટે હરિહરાનંદ ગુરુ છે. એ ગુરુ આ રીતે કરે તે યોગ્ય નહી. દીકરીને હું સંસ્કાર આપીને મોટી કરું છું. દીકરી શ્લોક બોલતી હશે. મારે કોઈના વિશે કઈ કહેવું નથી તેમ કહી વિશ્વેશ્વરી ભારતીએ તેમની વાત પૂર્ણ કરી છે. જેમાં ભારતી આશ્રમનો વિવાદ યથાવત્ રહ્યો છે.
જૂનાગઢથી હરિહરાનંદ બાપુ આવ્યા સરખેજ
સરખેજમાં આવેલ ભારતી આશ્રમ ફરી વિવાદમાં આવ્યો છે,જગતગુરૂ 1008 જગતગુરુ 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ પોતાના 100 જેટલા સમર્થકો અને બાઉન્સરો સાથે જૂનાગઢથી આવી સરખેજના આશ્રમ પર કબજો કરી લીધો હતો.પોલીસને લઈ અને કોર્ટના ઓર્ડર સાથે તેઓ પોતાના સમર્થકોની હાજરીમાં મુખ્ય ગાદી પર બિરાજમાન થયા હતા,બીજી તરફ અત્યારસુધી આશ્રમનો વહીવટ કરતા ઋષિભારતી બાપુ ગઈકાલથી બહાર નિકળી ગયા છે.
પહેલા પણ વિવાદ વકર્યો
જગતગુરુ મહામંડલેશ્વર 1008 ભારતી બાપુના સ્વર્ગવાસ બાદ સરખેજના ભારતી આશ્રમ પર સંચાલનને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ભારતી બાપુએ સ્થાપેલા ચાર આશ્રમો પૈકી ત્રણ આશ્રમનો વહીવટ હરિહરાનંદ બાપુ કરે છે, પરંતુ સરખેજ આશ્રમનો વહીવટ ઋષિ ભારતી દ્વારા કરવામાં આવતો હતો. હરિહરાનંદ બાપુએ ઋષિ ભારતી બાપુ પર ખોટું વસિયત નામું રજૂ કરવાના પણ આક્ષેપો કર્યા હતા. 5 સપ્ટેમ્બરે આશ્રમમાં ભંડારાનું આયોજન કરાયું હોવાથી સમગ્ર વિવાદ વધુ વકર્યો હતો.
1 એપ્રિલ 1951ના રોજ મહામંડલેશ્વર કલ્યાણ બાપુનો થયો હતો જન્મ
મહામંડલેશ્વર કલ્યાણ આનંદ આરતી બાપુનો જન્મ એક એપ્રિલ 1951ના રોજ થયો હતો. તેઓ વર્ષોથી સરખેજ ભારતી બાપુના આશ્રમ સાથે જોડાયેલા હતા.સંત મહામંડલેશ્વર કલ્યાણાનંદ બાપુ ગરીબ બાળકોના શિક્ષણ, વૃદ્ધાશ્રમ અને ગૌ સેવા સહિતના કાર્યો સાથે જોડાયેલા હતા.9 માર્ચ 2024ના રોજ તેઓ બ્રહ્મલીન થયા હતા.
Source link