ગુજરાતમાં રાજકોટના ખાડા સૌથી વધુ જીવલેણ બન્યા છે. જેમાં 4 મનપામાં સૌથી વધુ અકસ્માતોની ટકાવારી રાજકોટની છે. તેમાં રાજકોટમાં ખાડાઓથી થતો મૃત્યુદર 9.7 ટકા થયો છે. જેમાં વડોદરામાં ખાડાઓથી થતો મૃત્યુદર 7.4 ટકા છે. તથા અમદાવાદમાં ખાડાઓથી થતો મૃત્યુદર 7.4 ટકા છે. તેમજ સુરતમાં ખાડાઓથી થતો મૃત્યુદર 5.5 ટકા છે.
સૌથી વધુ જીવલેણ અકસ્માતોની ટકાવારી રાજકોટમાં
દિલ્હીના ટ્રાન્સપોર્ટેશન રિસર્ચ એન્ડ પ્રિવેન્શન સેન્ટરનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ગુજરાતમાં રાજકોટના ખાડા સૌથી વધુ જીવલેણ બન્યા છે. ગુજરાતની ચાર મહાપાલિકામાં પણ સૌથી વધુ જીવલેણ અકસ્માતોની ટકાવારી રાજકોટમાં વધુ છે. જેમાં રાજકોટમાં ખાડાઓથી થતો મૃત્યુદર 9.7 ટકા રહ્યો છે. તેમા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ દિલ્હીના ટ્રાન્સપોર્ટેશન રિસર્ચ એન્ડ પ્રિવેન્શન સેન્ટર રોડ સેફટીનો રિપોર્ટ ચોંકાવનારો આવ્યો છે. તેમાં વડોદરામાં 7.4 ટકા, અમદાવાદમાં 7.4 ટકા અને સુરતમાં 5.5 ટકા અકસ્માતોનો દર છે.
ખાડા પુરો મદદ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી
રાજકોટ શહેરના વગડ ચોકડી આસપાસ રહેતા સ્થાનિકો દ્વારા ખાડા પુરો મદદ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અહીંના સ્થાનિકોનું કહેવું છે કે માત્ર એક ઇંચ વરસાદમાં જ વગડ ચોકડી ખાતે વરસાદી પાણી ગોઠણ સમા ભરાઈ જાય છે. તેમજ અહીંયા ખાડા એટલા છે કે, રસ્તાઓ શોધવા પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઠેર ઠેર ખાડા રાજ થવાના કારણે અહીંના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
Source link