AMC દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ સાઈડ, ફુટપાથ તેમજ અન્ય સ્થળે ધંધો- રોજગાર કરતા ફેરિયાઓ, નાના વેપારીઓ માટે સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી તૈયાર કરવામાં આવી છે.
પરંતુ સૂચિત સ્ટ્રીટ વેન્ડર પોલિસી તૈયાર કરવામાં વ્યવહારૂ અભિગમ અપનાવાયો ન હોવા સહિતના કેટલાંક કારણોસર આ પોલિસીનો હજુ સુધી અમલ થઈ શક્યો નથી. AMCની રેવન્યૂ કમિટીના પૂર્વ ચેરમેન દ્વારા સૂચિત સ્ટ્રીટ વેન્ડર પોલિસીમાં કેટલાંક સુધારા કરવા અંગે સૂચનો કર્યા છે. સ્ટ્રીટ વેન્ડર પોલિસી પ્લોટ ફાળવતા પહેલાં વેન્ડર્સ સાથે રજિસ્ટર્ડ લીઝ એગ્રીમેન્ટ કરવા અને લીઝનો લોક ઈન પિરિયડ દર્શાવવા અને વાજબી કારણસર વેન્ડરને ટર્મીનેટ કરવા AMCને હક હોવો જોઈએ. વેન્ડરની ઓળખ થઈ શકે તે માટે લાયસન્સ પદ્ધતિથી જગ્યા ફાળવવા, દરેક ઝોન માટે સમાન નીતિ નક્કી કરવા, તેમજ રજિસ્ટર્ડ વેલ્યુઅર પાસે પ્લોટનું વેલ્યુએશન કરવા અને કન્સ્ટ્રક્શન કોસ્ટને ધ્યાનમાં લઈને એન્યુઅલ લેટિંગ વેલ્યુ નક્કી કરવી જોઈએ. વેન્ડરને પ્લોટ ફાળવતાં પહેલાં સિક્યુરિટી ડીપોઝીટ લેવા અને બોનાફાઈડ વ્યક્તિ સાથે જ લીઝ કરવામાં આવે તે માટે SOP નક્કી કરવી જોઈએ અને ટેક્સ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ.
Source link