GUJARAT

Gandhinagar: ચંદ્રાલામાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકોએ હાઈવે બાનમાં લીધો

ગાંધીનગરના ચંદ્રાલા ગામમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા ગામના સ્થાનિકો લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ચંદ્રાલા ગામના લોકો દ્વારા પાણીના નિકાલ માટે છેલ્લા 3 વર્ષથી અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પાણી ભરાવવાના કારણે ગ્રામજનોને ભારે હાલાકી

ચંદ્રાલા હાઈવે ઉપર પાણી ભરાવવાથી અને ખાડાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચંદ્રાલા ગામમાં વરસાદી પાણીનો નિકલ ન થતા મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈને હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે. ચંદ્રાલાના રહીશોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવતા હાઈવે પર 4થી 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.

હાઇવે ઓથોરિટીને આવતીકાલ 12 વાગ્યા સુધીનો સમય અપાયો

ચંદ્રાલાના ગ્રામજનો દ્વારા આક્ષેપો કર્યો છે કે, વરસાદી પાણીના નકાલ માટે છેલ્લા 3 વર્ષમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી પણ કોઈ કાર્યવાહી કરતી નથી. ચંદ્રાલા હાઈવે પર ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવા માટે ગ્રામજનોએ નેશનલ હાઈવે ઓથોરિટીને આવતાકાલ 12 વાગ્યા સુધીનો સમય આપ્યો છે.

4 થી 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

ચંદ્રાલા હાઇવે ઊપર પાણી ભરાવવાથી અને ખાડાના કારણે ગ્રામજનોને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આખરે ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ચક્કાજામને લઈ હાઇવે પર વાહનોની લાંબી લાઇનો જોવા મળતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. નેશનલ હાઈવે પર 4 થી 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button