GUJARAT

PMO, CBI, રૉમાં ક્લાસ-1 ઓફિસરની ઓળખ આપી ઠગાઇ કરતો ગઠિયો ઝડપાયો

ગુજરાતમાં રાજકીય પક્ષો અને વેપારીઓને ઠગનારો વધુ એક ભેજાબાજ ઝડપાયો છે. હરિયાણાનો એક ગઠિયો અમદાવાદ અને ગાંધીનગરના કલાસ 2 અને 3ના કર્મીઓને મળીને PMO તેમજ સેન્ટ્રલ એજન્સીમાં અધિકારી હોવાની ઓળખ આપીને રૌફ જમાવતો હતો.બાદમાં ગઠીયો સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાનું કહીને અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ત્રણ અને અડાલજમાં એક એમ કુલ ચાર છેતરપિંડીની ફરિયાદો નોંધાઇ હતી.

જેના પગલે ક્રાઇમ બ્રાન્ચને ટીમે ગઠીયાની શોધખોળ કરીને તેણે હરિયાણાના કરનાલ ખાતેથી ધરપકડ કરીને બનાવટી આધારકાર્ડ સહિતના દસ્તાવેજ જપ્ત કર્યા છે. આરોપીઓ અમદાવાદ, ગાંધીનગર નહીં પરંતુ સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ફરીને આ જ મોન્ડસ ઓપરેન્ડીથી અનેક લોકોને છેતર્યાનું સામે આવ્યુ છે. જેના પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તમામ રાજ્યના DGPને આ ગઠીયા અંગેની માહિતી મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. સરદારનગરના એક વ્યક્તિ પાસેથી આધારકાર્ડ મેળવી બોગસ રીતે સીમકાર્ડ લીધું હતું.

સરદારનગરમાં પ્રશાંત તમંચેને વર્ષ 2015માં ભરત પ્રેમકુમાર છાબડા સાથે સંપર્ક થયો હતો. ભરતે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીમાં ઉચ્ચ ઓફિસર તરીકે પોતાની ઓળખ આપી હતીને કહ્યુ કે, તને ધંધામાં સારો સેટ કરી દઇશ, સારા કોન્ટ્રાક્ટ અપાવીશ તેમ કહીને ગાડી રિપેર કરવા માટે 50 હજાર રૂપિયા લીધા હતા અને પ્રશાંતના પિતાને જેલમાંથી છોડાવી આપવાનું કહીને 2.50 લાખ પડાવ્યા હતા. આ ઉપરાંત, ઉત્તરાયણના તહેવાર દરમ્યાન તેણે 22 હજારની પતંગ અને દોરી ખરિદી પ્રશાંતના ખર્ચે કરી હતી. બીજી તરફ, સરદારનગરમાં રહેતા ભરત સંગતાને નકલી ઓફિસરે સારો ધંધો સેટ કરી આપીશ અને સારો કોન્ટ્રાકટ પણ અપાવીશ તેમ કહીને તેણે ઉછીના 50 હજાર મેળવ્યા હતા. બાદમાં ભરતે નકલી ઓફિસર પાસે 50 હજાર પરત માંગતા તેણે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આવી રીતે અનેક કર્મીઓને પણ મળીને પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યુ હતુ. હરિયાણાના ઠગ ભરત છાબડા વિરૂદ્ધમાં ક્રાઇમ બ્રાન્ચમાં ત્રણ અને અડાલજમાં એક ફરિયાદ નોંધાઇ ચૂકી છે. જેના પગલે ક્રાઇમ બ્રાન્ચે કરનાલ ખાતેથી ભરત છાબડાની ધરપકડ કરી છે.

વેપારીઓને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતો

સેન્ટ્રલ એજન્સીમાં કલાસ 1 ઓફિસર હોવાનું કહીને ગઠિયો અનેક વેપારીઓને મળતો અને તેમણે સરકારમાં સારો કોન્ટ્રાક્ટ અપાવીશ તેમ કહીને પહેલા ઉછીના કહીને પૈસા મેળવતો હતો. બાદમાં વેપારી ઉછીના આપેલા પૈસા પરત માંગે ત્યારે ગઠિયો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતો હતો. આટલુ જ નહીં, ગઠિયાએ ઇન્કમટેક્ષ, GSTની રેડ પડાવવાની ધમકીઓ આપીને પણ અનેક વેપારીઓ પાસેથી પૈસા પડાવ્યાનું સામે આવ્યુ છે.

ગઠિયાએ અનેક IAS-IPSને ફોન કર્યાની વિગતો ખૂલી

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યુ કે, ગઠીયા ભરતના મોબાઇલમાંથી ગુજરાતના IAS-IPSના નંબરો મળ્યા છે. તેણે અગાઉ કેટલાક અધિકારીનો સંપર્ક કરવા ફોન પણ કર્યોની વિગતો સામે આવી છે. જેના પગલે ઉચ્ચ અધિકારીઓ પણ ગઠીયાનો ભોગ બન્યા છે કે નહીં તે અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉચ્ચ અધિકારીઓને ફોન કરીને વિગતો મેળવશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button