સોમવારે જીએસટી કાઉન્સિલની મેરેથોન બેઠકમાં કાઉન્સિલ હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટીમાં કાપ મૂકવાના મુદ્દે નિર્ણય લેવામાં નિષ્ફળ રહી હતી. આમ ફરી એકવાર જીએસટી કાઉન્સિલ આમ મુદ્દે પાણીમાં બેસી ગઇ છે.
અહેવાલો અનુસાર હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ પર જીએસટી ઘટાડવાના મુદ્દે લગભગ તમામ રાજ્યો સહમત છે પરંતુ કેટલાક રાજ્યો તેના પર પાંચ ટકા જીએસટી રાખવા માંગ કરે છે તો કેટલાક રાજ્યો જીએસટીને નીલ કરવાની તરફેણમાં છે. તેને પગલે આ મુદ્દાને મંત્રીઓના એક જૂથ (જીઓએમ)ને વિચારણા માટે મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાણા પ્રધાન નિર્મલા સિતારામનને પત્ર લખીને જીવન વીમા અને મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પરના 18 ટકા જીએસટીને પરત લેવાની માંગ કરી હતી અને જણાવ્યું હતું કે તે જીવનની અનિશ્ચિતતા પર ટેક્સ લગાવવા જેવું છે.
સેક્ટરની વૃદ્ધિ પર વિપરીત અસર કરશે. જો કે સોમવારે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પરના 18 ટકા જીએસટી દરમાં ઘટાડો કરવાનો નિર્ણય ટળી ગયો છે અને આ બોલ હવે ફિટમેન્ટ કમિટીના તાબામાં મોકલી આપવામાં આવ્યો છે.
રૂ. 2000થી ઓછા મૂલ્યના સોદાનો મુદ્દો પણ GOMને સોંપાયો : સોમવારની કાઉન્સિલની બેઠકમાં વધુ એક મહત્વના મુદ્દાને પણ ફિટમેન્ટ કમિટીને સોંપી દેવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર 54મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં નાના ઓનલાઇન ટ્રાન્ઝેક્શન પર 18 ટકા જીએસટી લગાવવા બાબતે હજું કોઇ નિર્ણય થઇ શક્યો નથી. આ બેઠકમાં રૂ. 2000થી ઓછા મુલ્યના ટ્રાન્ઝેક્શન પર થનારી આવક પર પેમેન્ટ એગ્રીગેટર્સ પર કર લાદવાની ચર્ચા કરવામાં આવી હતી પણ કોઇ નિર્ણય થઇ શક્યો ન હતો તેના પરિણામે આ મુદ્દાને ફિટમેન્ટ કમિટીની પાસે મોકલી આપવામાં આવ્યો છે.
ફિટમેન્ટ કમિટી સોદા પર જીએસટી લાગુ કરવાના પક્ષમાં : ફિટમેન્ટ કમિટી આ મુદ્દે ગહન વિચાર કર્યા બાદ કાઉન્સિલને રિપોર્ટ મોકલશે. અત્રે નોંધનીય છે કે ફિટમેન્ટ પેનલ આવા સોદા પર જીએસટી લાગુ કરવાના પક્ષમાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે હાલમાં પેમેન્ટ એગ્રીગેટર્સને રૂ. 2000થી નીચી કિંમતના ડિજિટલ ટ્રાન્ઝેક્શનને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
હેલિકોપ્ટર પ્રવાસ પરનો જીએસટી ઘટાડાયો
ઉત્તરાખંડ સરકારના નાણામંત્રી પ્રેમ ચંદ અગ્રવાલે જણાવ્યું હતું કે કેદારનાથ, બદરીનાથ જેવા ચાર ધામની યાત્રા માટે શ્રાદ્ધાળુઓને લઇ જતાં હેલિકોપ્ટરની સર્વિસ પર જે 18 ટકા જીએસટી લાદવામ આવ્યો છે તેને ઘટાડીને પાંચ ટકા કરવામાં આવે. જીએસટી કાઉન્સિલની સોમવારની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. અગ્રવાલે મીડિયાને જણાવ્યું હતું કે હવે ચાર ધામની યાત્રા સસ્તી થશે કેમ કે હેલિકોપ્ટર સેવા પરનો જીએસટીનો દર 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે. તેમણે ઉમેર્યું હતું કે પહેલાં આ અંગે કોઇ સ્પષ્ટતા ન હતી પણ હવે સ્પષ્ટતા હશે.
જીએસટી કાઉન્સિલના અન્ય કેટલાક અગત્યના નિર્ણયો
કેન્સરની દવાઓ પરના જીએસટીના દરને 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો.
નમકીન અને સેવરી ફૂડ પરના જીએસટીના દરને 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરાયો
કાઉન્સિલે સરકારી એન્ટિટી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટની સપ્લાઇને જીએસટીમાથી મુક્તિ આપવાની ભલામણ કરી છે
Source link