કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. ત્યારે વોશિંગ્ટન ડીસી ખાતે એક ઇન્ટરવ્યુ દરમિયાન પીએમ મોદીને લઇને રાહુલ ગાંધીએ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મને પીએમ મોદી પસંદ છે. તેમને હું નફરત કરતો નથી.
નફરત નથી પણ…
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત ભાષાઓ, પરંપરાઓ અને ધર્મોનો એક સંઘ છે. જ્યારે ભારતીય લોકો પોતાના ધાર્મિક સ્થળો પર જાય છે તો તેઓ તેમના દેવતાનુ ધ્યાન ધરે છે. આ ભારતની પ્રકૃતિ છે. ભાજપા અને આરએસએસની ગેરસમજ છે કે તેઓ વિચારે છેકે ભારત અલગ અલગ વસ્તુઓનો એક સમૂહ છે. તમણે સાથે એમ પણ કહ્યું કે તમને જાણીને નવાઇ લાગશે કે મને મોદીજી પસંદ છે. હું ખરેખરમાં નરેન્દ્ર મોદીને નફરત કરતો નથી. હું તેમના દ્રષ્ટિકોણથી સહમત નથી પરંતુ હું તેમને નફરત નથી કરતો. ઘણા પ્રસંગોમાં હું તેમની સાથે સહાનુભૂતિ રાખુ છું.