હાઇવે પર ટોલટેક્સ ચૂકવવા માટે ફાસ્ટટેગ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. જેમાં વાહન પર લગાવેલા કોડને સ્કેન કરતા જ ટેક્સ ડિડક્ટ થઇ જાય છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે જીપીએસ આધારિત ટોલ પ્રણાલીને મંજૂરી આપી દીધી છે. આ નવી સિસ્ટમ સેટેલાઇટ બેસ્ડ હશે. જો કે હજી શરૂઆતમાં બંને ઓપ્શન આપવામાં આવશે જેમાં ફાસ્ટટેગ અને સેટેલાઇટ સિસ્ટમ બંને હશે.
આ નિયમમાં કર્યો ફેરફાર
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે મંગળવારે નેશનલ હાઈવે ફી (દર નિર્ધારણ અને સંગ્રહ) નિયમો, 2008 માં સુધારો કર્યો છે. તેમાં સેટેલાઇટ-આધારિત સિસ્ટમની મદદથી ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શનનો સમાવેશ થાય છે.
સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ ?
સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ માટે કાર અથવા અન્ય વાહન ચાલકે કોઈપણ ટોલ પ્લાઝા પર રોકવાની જરૂર રહેશે નહીં. કારમાં ઇન્સ્ટોલ કરેલી સિસ્ટમમાંથી પૈસા આપોઆપ કપાઈ જશે. જો કે ફાસ્ટેગ સિસ્ટમ બંધ કરવામાં આવશે કે નહીં તે અંગે કોઈ વિગતો નથી.
FASTag કરતાં વધુ ઝડપી હશે ?
આ અંગે કેન્દ્રીય મંત્રીએ પહેલા જ કહ્યું છે કે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ FASTag કરતાં ઘણી ઝડપી હશે. સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ શરૂ થયા બાદ FASTag સિસ્ટમ નાબૂદ થશે કે પછી બંને સિસ્ટમ ચાલુ રહેશે તેવા અનેક સવાલો પણ સામે આવી રહ્યા છે.
તો ફ્રી મુસાફરી રહેશે !
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ કાર અથવા અન્ય વાહન હાઈવે, એક્સપ્રેસ વે, ટનલ અથવા બ્રિજ પરથી પસાર થાય છે, જેના પર ટોલ ટેક્સ લાગુ થાય છે. આ સમયગાળા દરમિયાન 20 કિલોમીટરની મુસાફરી ફ્રી રહેશે. જો યાત્રા 20 કિલોમીટરથી વધુ હોય તો નિયત નિયમો અનુસાર રકમ વસૂલવામાં આવશે.
RFID પર કામ કરે છે ફાસ્ટેગ
FASTag સિસ્ટમ RFID ટેગ પર કામ કરે છે, જે ઓટોમેટિક ટોલ કલેક્શન સિસ્ટમ છે. આ ટ્રેક એક એકાઉન્ટ સાથે જોડાયેલ છે, જે બેંક દ્વારા આપવામાં આવે છે. આમાં યુઝર્સે તેમની તરફથી થોડું બેલેન્સ જાળવવું પડે છે, ટોલ બેરિયર પાર કરતાની સાથે જ તે રૂપિયા FASTag એકાઉન્ટમાંથી કપાઈ જાય છે.
તો ડબલ વસૂલાશે ટોલ
જો FASTag બ્લોક થઈ જાય અથવા કામ ન કરે, તો ટોલ પ્લાઝા પર રોકડ ચુકવણીના રૂપમાં ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમમાં પણ આવો જ નિયમ છે. આ માટે અલગ લેન હશે, તેમાં GPS વગરનું વાહન આવશે તો ડબલ ટોલ વસૂલવામાં આવશે.
Source link