ભારતીય શેરબજાર આજે એટલે કે, 11 સપ્ટેમ્બરે બુધવારે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે માર્કેટ ફલેટ કારોબાર સાથે ઓપન થયું હતું. સેંસેક્સ 389 અંકના ઘટાડા સાથે 81,523ના લેવલ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 122 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. આ 24,918ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 ઘટ્યા અને 10 વધ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 34 ઘટ્યા અને 16 વધ્યા. નિફ્ટી એફએમસીજી સિવાય તમામ સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી હતી.
સેક્ટોરિયલ અપડેટ
આજના કારોબારમાં એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી હતી. આ સિવાય બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, હેલ્થકેર, મેટલ્સ, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, મીડિયા સેક્ટરના શેર ઘટીને બંધ થયા હતા. આજના ટ્રેડિંગ સેશનમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ શેર્સમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે.
રોકાણકારોને રૂપિયા અઢી લાખ કરોડથી વધુનું નુકસાન
માર્કેટમાં પ્રોફિટ બુકિંગના કારણે રોકાણકારોને આજના ટ્રેડિંગ સેશનમાં નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 463.49 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂપિયા 460.96 કરોડ હતું. આજના કારોબારમાં બજારના માર્કેટ કેપમાં રૂ. 2.53 લાખ કરોડનો ઘટાડો થયો છે.
ગઈકાલે મંગળવારે ઘટાડો જોવા મળ્યો હતો
ક્રૂડ ઓઈલના ભાવ ત્રણ વર્ષમાં સૌથી નીચા સ્તરે આવ્યા બાદ હવે સ્થિર થયા છે. મંગળવારે 3 ટકાથી વધુ ઘટ્યા બાદ, બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.52 ટકા વધીને બેરલ દીઠ 69.55 ડોલર પર પહોંચી ગયું છે. જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ 0.61 ટકા વધીને 66.15 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે.
Source link