તાજેતરના દિવસોમાં રેલવે ટ્રેનોને પાટા પરથી ઉથલાવવાના સતત પ્રયાસોની ઘટના વધતી જઈ રહી છે. જેથી ભારતીય રેલવેએ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે, તમામ ટ્રેનોમાં રેલવે ટ્રેકની આસપાસના વિસ્તારોના સર્વેલન્સ માટે ઘણા કેમેરા લગાવવામાં આવશે. આ પગલું ઘણી ઘટનાઓ પછી ઉઠાવવામાં આવ્યું છે. જેમાં ટ્રેનોને પાટા પરથી ઉથલાવવાની શંકા છે. આ પગલાનો હેતુ યાત્રિકોની સુરક્ષામાં સુધાર કરવાનો છે. એન્જિન અને ગાર્ડ કોચના આગળ અને પાછળ કેમેરા લગાડવાની સાથે કેટલ ગાર્ડ અને કોચો પર પણ કેમેરા લગાડવામાં આવશે.
કેમેરા લગાવવા જલ્દી ટેન્ડર બહાર પડાશે
રેલમંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા પ્રમાણે, સીસીટીવી કેમેરા ફીટ કરવાની યોજના માટે ટેન્ડર ત્રણ મહિનાની અંદર જ બહાર પાડવામાં આવશે. જેમાં તમામ ટ્રેનો સામેલ થશે. કેમેરા સિવાય આ ઉપકરણોથી ફૂટેજ એકઠા કરવાની સમીક્ષા કરવા એક કેન્દ્રીય ડેટા સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં રેલવે ટ્રેકથી ઉતારવાના પ્રયાસને ખૂબ ગંભીર જણાવ્યો છે અને કહ્યું કે, રેલવે તંત્ર રેલવે ટ્રેકો પર સાવધાની વધારવા રાજ્ય પોલીસ પ્રમુખઓ સાથે સમન્વય સાધી રહી છે. આઈબી નેટવર્કને મજબૂત કરવા અને રેલવે ટ્રેકથી ટ્રેન ઉથલી જવાના પ્રયાસોને રોકવા માટે લોકોને જાગૃત કરવા ધ્યાન આપવામાં આવશે.
કેમેરા રેલવે ટ્રેક પર શંકાસ્પદ વસ્તુઓની જાણકારી મેળવશે
મળતી માહિતી અનુસાર, એન્જિન ફર એઆઈથી સજ્જ સીસીટીવી કેમેરા લગાવડા માટે ચર્ચા ચાલી રહી છે. રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ભારતીય રેલવે સુરક્ષા વધારવા માટે આશરે 15 હજાર કરોડ રૂપિયાના ખર્ચે કોચો, એન્જિનમાં 75 લાખ એઆઈ સંચાલિત સીસીટીવી કેમેરા લગાડવાની યોજના છે.
આ કેમેરાઓ રેલવે ટ્રેક પર શંકાસ્પદ વસ્તુઓની જાણકારી લેશે અને ડ્રાયવરોને ઈમરજન્સી બ્રેક લગાવવા માટે સાવધાન કરશે. ભારતીય રેલવે 40 હજાર કોચ, 14 હજાર એન્જિન અને છ હજાર ઈએમયુને એઆઈ સંચાલિત સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાની યોજના બનાવી રહ્યું છે.
Source link