GUJARAT

Ambaji: માઅંબાનો રથ ખેંચી ભાદરવી પૂનમ મેળાનો શુભારંભ

શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં 12 થી 18 મી સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો 2024 યોજાઈ રહ્યો છે.

શક્તિ, ભક્તિ અને આસ્થાના મીની કુંભ સમાન આ મહામેળાની શરૂઆત જીલ્લા ક્લેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાને ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે શુભારંભ કરાયો હતો. અંબાજી ખાતે દાંતા રોડ ઉપર વેંક્ટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા-અર્ચના કરીને ક્લેક્ટર સહિત મહાનુભવોએ રથને થોડેક સુધી દોરીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉટયા છે. ત્યારે ક્લેકટર મિહિર પટેલ સિદ્ધહેમ સેવા કેમ્પ ખાતે મુલાકાત કરી સેવા કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ પદયાત્રીઓને પીરસી મેળાની શુભકામનાઓ પાઠવી હતી. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જીલ્લા વહીવટી તંત્ર દ્ધારા સાત દિવસીય ઉત્સવમાં મા અંબાના દશનાર્થે આવતા લાખો શ્રાદ્ધાળઓની સેવા, સુવિધા અને સુરક્ષા માટે અનેકવિધ આયોજન કરાયું છે. મેળાના સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે. રસ્તામાં માઈભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્ધારા ઠેરઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. માં અંબાને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવા માટેના આ મેળામાં દૂરદૂરના અંતરેથી લાખો શ્રાદ્ધાળુઓ કષ્ટ વેઠીને પણ મા અંબાના ધામ પહોંચશે.

મેળાને ધ્યાનમાં રાખી STની 1,100 જેટલી બસો દોડાવશે

એસટી નિગમ દ્વારા ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખી તા. 12થી 18 સપ્ટેમ્બર દરમિયાન વધારાની 1,100 જેટલી બસો દોડાવાશે. વિભાગ દ્વારા પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદથી બસોનું સંચાલન કરાશે. ગત વર્ષે પૂનમના મેળાને લઈ નિગમ દ્વારા 24,618 ટ્રીપો મારફતે 16.95 લાખ કિ.મી. સંચાલિત કરી 12.54 લાખ મુસાફરોને પરિવહનની સુવિધા પુરી પાડવામાં

આવી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button