ભાવનગરનો શેત્રુંજી ડેમ 70 ટકા ભરાતા એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં શેત્રુંજી ડેમની સપાટી વધીને 28.8 ફૂટે પહોંચી છે. તેમાં શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. જેમાં નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નાની રાજસ્થળી, લાપાળીયા ગામને એલર્ટ કરાયા છે. તેમજ લાખાવડ, માયધાર, મેઢા ગામને સાવચેત કરાયા છે.
તળાજા તાલુકાના 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા
તળાજા, ભેંગાળી, પિંગળી ગામને સાવચેત કરાયા તથા દાત્રડ, ટીમાણા, રોયલ, ગોરખી ગામને એલર્ટ કરાયા છે. તેમજ સેવાળીયા, માખણીયા, લીલીવાવ તથા તરસરા અને સરતાનપર ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લાનો સૌથી મોટો ડેમ શેત્રુંજી ડેમ 70% ભરાતા એલર્ટ કરવામાં આવ્યો છે. શેત્રુંજી ડેમની સપાટી વધીને 28 ફૂટ 8 ઇંચે પહોંચી છે. શેત્રુંજી ડેમ 70% ભરાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમાં પાલીતાણા અને તળાજા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તથા પાલીતાણા તાલુકાના 5 ગામો અને તળાજા તાલુકાના 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે
પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર અને મેઢા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. તળાજા તાલુકાના તળાજા, ભેંગાળી, પિંગળી, દાત્રડ, ટીમાણા, રોયલ, સેવાળીયા, રોયલ, માખણીયા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે.
Source link