સુરતમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમા હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા. ઇદે મિલાદ દુન્નબી કમિટી અને સીરત ઉન નબી કમિટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આગામી 16 મી તારીખે ઇદે મિલાદનુ મુખ્ય જુલુસ નીકળશે નહીં. માત્ર ગલી મહોલ્લે જ જુલુસ ફરશે. રાજમાર્ગ થઈ ખાજા દાના જાય છે તે જુલુસ નીકળશે નહીં. જેમને જુલુસ કાઢવું હોય તેમણે પોલીસ પરમીશન લઈ કાઢી શકશે. શાંતિ સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. બન્ને તહેવારો શાંતિપૂર્ણ માહોલમા યોજવા બેઠક કરવામાં આવી હતી.
ઈદ કમિટી તરફથી આગામી 16મી તારીખે જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 17મી તારીખે ગણપતિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ 12 સ્થળો પર વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 80 હજાર મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. જુલુસ અને વિસર્જનમા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. 15 હજારથી વધુ પોલીસકર્મી બંદોબસ્તમાં હાજર રહેશે.
Source link