TECHNOLOGY

iPhone 16એ મચાવી ધૂમ, આ રીતે ગ્રાહકોને મળશે ધમાકેદાર કેશબેક અને ડિસ્કાઉન્ટ

Apple iPhone 16 સીરિઝના લોન્ચ બાદ તે ઘણી ચર્ચામાં છે. આ શ્રેણીમાં ચાર મોડલ છે અને તેનું પ્રી-બુકિંગ 13 સપ્ટેમ્બરથી શરૂ થશે. સિરીઝના ચાર નવા મોડલની કિંમત વિશે વાત કરીએ તો ભારતમાં iPhone 16 ની શરૂઆતની કિંમત 79,900 રૂપિયા છે, જ્યારે iPhone 16 Plusની શરૂઆતની કિંમત 89,900 રૂપિયા છે. જ્યારે તેના iPhone 16 Pro ની શરૂઆતી કિંમત 1,19,900 રૂપિયા અને iPhone 16 Pro Maxની કિંમત 1,44,900 રૂપિયા છે. 

iPhone 16 પર મળશે કેશબેક

Apple iPhone 16 (128GB)ની કિંમત 79,900 રૂપિયા રાખવામાં આવી છે. પરંતુ ગ્રાહકો એક્સચેન્જ ઓફરનો લાભ લઈ શકે છે. જો તમે તમારા જૂના iPhone 14ના બદલામાં જો કોઈ નવો iPhone 16 ખરીદશે, તો તેના પર 25,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ પછી iPhone 16ની કિંમત ઘટીને 54,900 રૂપિયા થઈ જશે.

આકર્ષક ડીલ્સ અને ડિસ્કાઉન્ટ ઓફર

જે લોકો નવા iPhoneની રાહ જોઈ રહ્યા હતા તેઓ તેને ખરીદવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. મહત્વનું કહી શકાય કે, Apple તેના ચાહકો માટે ઘણી આકર્ષક ડીલ્સ અને ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે, જેના કારણે ખૂબ જ સસ્તા દરે ખરીદી કરી શકાય છે. આ કંપની ગ્રાહકોને જૂનો ફોન એક્સચેન્જ કરીને 4 હજારથી 67.500 સુધીની એક્સચેન્જ વેલ્યુ આપી રહી છે. આ ઉપરાંત કેટલીક બેંકોના કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર પણ કેશબેકની ઓફર આપી રહી છે.

જાણો iPhone 16ના ખાસ ફીચર્સ

iPhone 16માં 6.1 ઇંચની ડિસ્પ્લે છે. તેમાં ડાયનેમિક આઇલેન્ડ સાથે સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે અને 2000 nits સુધીની પીક બ્રાઇટનેસ છે. Apple iPhone 16 નવી A18 ચિપ સાથે કામ કરે છે. Apple કહે છે કે નવી ચિપ A16 Bionic કરતાં 30% ઝડપી છે, જ્યારે GPU 40% વધુ ઝડપથી કામ કરે છે.

iPhone 16ના કેમેરાના ફીચર્સ

કેમેરા તરીકે, iPhone 16માં 48-મેગાપિક્સલનું પ્રાથમિક સેન્સર અને 12-મેગાપિક્સલનું અલ્ટ્રા-વાઇડ સેન્સર છે, જેનો ઉપયોગ મેક્રો શોટ્સ માટે પણ થઈ શકે છે. 48-મેગાપિક્સલનો પ્રાથમિક કૅમેરો 2x ઝૂમ સાથે 12-મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ તરીકે પણ કામ કરે છે. ફોનના આગળના ભાગમાં 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. Appleએ કહ્યું કે iPhone 16 સિરીઝ મોટી બેટરી સાથે આવે છે, જોકે તેની વિગતો જાહેર કરવામાં આવી નથી. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button