GUJARAT

Junagadh: પ્રેમમાં અંધ બનતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો

પ્રેમમાં અંધ બનતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે. 15 વર્ષની સગીરાને તેના જ પ્રેમીએ દુષ્કર્મ ગુજારી દેહ વિક્રયના વ્યવસાયમાં ધકેલી દીધી હતી. 15 વર્ષની ઉંમર અને દુનિયાને નજીકથી ઓળખવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી સગીરા જેને થઈ રાજકોટના યુવાન સાથે ફેસબુક ઉપર મિત્રતા.

રાજકોટ પહોંચતાની સાથે જ સગીરાને એક હોટેલમાં રાખવામાં આવી

રાજકોટના અરબાઝ યુવાન સાથે આ સુગીરાને મિત્રતા થતા અવારનવાર બંને વચ્ચે વાતચીત પણ થતી હતી અને અરબાઝે સગીરાને લગ્ન કરવા માટે પ્રેમ જાળમાં ફસાવી હતી. ગત તારીખ 20 ઓગસ્ટના રોજ સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરવામાં આવ્યું હતું અને રાજકોટ જઈને લગ્ન કરી લઈશું તેવું જણાવ્યું હતું. પરંતુ રાજકોટ પહોંચતાની સાથે જ સગીરાને એક હોટેલમાં રાખવામાં આવી અને પછી અરબાઝે રાત્રે દેખાડ્યું પોતાનું અસલી સ્વરૂપ. તે જ દિવસે રાત્રે સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતુ.

જુનાગઢ પોલીસે 10 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી

લગ્ન આજે કરશું કાલે કરશું તેમ કહીને રાજકોટમાં અરબાઝે અલગ અલગ હોટલોમાં લઈ જઈ સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. અંતે લગ્ન નહીં કરી અને સગીરાને પૈસાની લાલચ આપી તેમના મિત્રો સાથે પણ શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. આટલું જ નહીં પરંતુ અંતે અરબાઝે આ યુવાનો પાસેથી પૈસા પણ લીધા હતા અને અંતે સગીરાને દેહ વિક્રયના વ્યવસાયમાં ધકેલી દીધી. બીજી બાજુ સગીરાના માતા પિતા પોતાની પુત્રી ગુમ થઈ છે તે મુજબની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી અને પોલીસે અલગ અલગ ટેકનીકલ સર્વેની મદદ લઈ સગીરાને શોધી કાઢી હતી. ત્યારે સમગ્ર ઘટનાઓ પરથી પડદો ઉચકાયો હતો અને જૂનાગઢની મજૂર માતા પિતાની પુત્રીને દેહ વિક્રયના વ્યવસાયમાં ધકેલી દીધાનું ખુલ્યું હતું. જેમાં પોલીસે સગીરા સાથે શરીર સંબંધ બાંધનાર બે શખ્સની ધરપકડ કરી છે. જુનાગઢ પોલીસે 10 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button