રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે મારી માતા બહેનો ગામ જઈ શકે તે માટે એકસ્ટ્રા બસ છે. દરરોજ 8 હજારથી વધુ બસોનું સંચાલન થાય છે. દરરોજ 32 લાખ કિલોમીટરનું સંચાલન છે. જેમાં સામાજિક પ્રસંગ હોય ત્યારે એક્સ્ટ્રા બસોનું આયોજન છે. 23થી 27 લાખ પેસેન્જરને અન્ય સ્થળે પહોંચાડ્યા છે.
24થી 27 સુધી 2200થી વધુ બસોનું આયોજન છે
24થી 27 સુધી 2200થી વધુ બસોનું આયોજન છે. તેમજ દિવાળીમાં મોંઘી ટિકિટમાં ન ફસાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના લોકો પરિવાર સામે સુરત રહે છે. ડિમાન્ડ પ્રમાણે વધુ બસની ફાળવણી કરવા માટેની તૈયારી છે. સોસાયટીઓ સુધી બસો મોકલવા માટેની તૈયારી છે. લોકો ઝડપથી બુકિંગ કરાવો તો વધુ એકસ્ટ્રા બસ અપાશે. 2200ના બદલે 4400 બસો એક્સ્ટ્રા આપવા અમે તૈયાર છીએ. બસમાં મર્યાદિત જગ્યા હોય,મર્યાદિત સમાન લઈ જાય છે. તમામ લોકોને સેવા ઉપલબ્ધ થઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યવસ્થા પ્રમાણે નિયમ બનાવવામાં આવ્યા છે.
દરરોજ આઠ હજારથી વધુ બસો 32 લાખ કિલોમીટરનું સંચાલન કરવામાં આવે છે
રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન છે કે મારી માતાએ બહેનો પોતાના ગામ જઈ શકે તે માટે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. છેવાડાના માનવીથી લઇ શહેરોમાં રહેતા નાગરિકો માટે દરરોજ આઠ હજારથી વધુ બસો 32 લાખ કિલોમીટરનું સંચાલન કરવામાં આવે છે. સામાજિક પ્રસંગ હોય ત્યારે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવે છે. 23 લાખથી લઈ 27 લાખ પેસેન્જરને તેમના ઉદગમ સ્થાનથી અન્ય સ્થળે પહોંચાડવામા આવે છે. 24 થી લઇ 27 તારીખ દરમ્યાન 2200થી વધુ બસોનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના લોકો સુરત ખાતે પોતાના પરિવાર જોડે રહેતા હોય છે. જેમાં સાંજે ચાર વાગ્યાથી રાત્રે દસ વાગ્યે સુધી બસોનું સંચાલન કાપોદ્રા અને અડાજણ બસ ડેપોથી કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના મુસાફરો માટે પણ ધૂળિયા, નંદુરબાર સહિતના સ્થળો પર એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે.
Source link