છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને અમરેલીમાં પણ આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો હતો. ત્યારે જાફરાબાદ શહેર સહિત પંથકમાં વરસાદ જોવા મળ્યો હતો.
વરસાદને લઈને લોકોમાં ખુશીનો માહોલ
અમરેલીમાં વરસાદને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મીતીયાળા, બાબરકોટ સહિત ગ્રામ્યમાં વરસાદ જોવા મળ્યો હતો. તો બીજી તરફ રાજુલા અને જાફરાબાદ પંથકમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સાર્વત્રિક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જણાવી દઈએ કે રાજ્યમાં સામાન્ય કરતા 47 ટકા વધુ વરસાદ વરસ્યો છે.
વાતાવરણમાં ભેજના કારણે બફારો પણ અનુભવાયો
બીજી તરફ રાજ્યના તાપમાનમાં પણ હવે વધારો નોંધાઈ રહ્યો છે. વાતાવરણમાં ભેજના કારણે બફારો પણ અનુભવાયો છે. રાજ્યમાં હવે ધીરે ધીરે વરસાદની ગતિ ઘટી રહી છે અને મોન્સૂન વિડ્રોલ અંગે ઓબ્ઝર્વેશન પણ ચાલુ છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ, ગંધીનગરમાં તાપમાન 34 ડિગ્રી રહેવાની શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ કહ્યું કે રાજ્યમાં હજુ પણ વરસાદ થવાની શકયતા છે. 13 સપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી વહન જશે અને તેના કારણે રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ બંગાળની ખાડીમાં બનતી વરસાદની સિસ્ટમોના કારણે વરસાદ આવવાની સંભાવના છે. આ સાથે જ 18થી 21 સપ્ટેમ્બરે રાજ્યના ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે.
Source link