ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામના 17 થી ૩૦ વર્ષના 8 યુવાનો ગણેશ વિસર્જન દરમ્યાન મેશ્વો નદીમા નાહવા જતા 13 સપ્ટેમ્બરના રોજ સાંજે ચારેક વાગ્યા આસપાસ ડુબી જવાની દુખદ ઘટના બનવા પામેલ હતી. પરિવારજનો ઉપર આવી પડેલા આ અસહ્ય આઘાત પ્રત્યે રાજ્ય સરકાર દ્વારા સંવેદના વ્યક્ત કરવામાં આવી અને તેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના રાહત ફંડમાંથી રૂપિયા ચાર-ચાર લાખના વ્યક્તિદીઠ ચેક અપર્ણ કરવામાં આવ્યા હતા.
મામલતદાર, દહેગામ સહિત ધારાસભ્ય હાજર રહ્યા
દહેગામના વાસણા સોગઠી ગામના મૃતક યુવાનોના પરિવારજનો સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ દુખદ પ્રસંગે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પરિવારજનો ઉપર આવી પડેલા આ અસહ્ય આઘાતના કપરા સમયમાં રાજ્ય સરકારે સંવેદના દાખવી આર્થિક સહાય દ્વારા સાંત્વના પાઠવી છે. અને આ કપરા સમયે તંત્ર હંમેશા તેમની પડખે રહેશે તેમ જણાવ્યું હતું.
વેપારીઓ દ્વારા સોમવારે 8 થી 10 સુધી બંધની જાહેરાત
તેમજ વડાપ્રધાનના ફંડમાંથી પણ મૃતકોના પરિવારજનોને વ્યક્તિ દિઠ 2 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હોવાનું પણ મામલતદારએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામે 13 મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન દરમ્યાન નદીમાં ડૂબી જવાથી 8 યુવકોના મોત નીપજ્યાં હતા. ગઈકાલે વાસણા સોગઠી ગામે એક સાથે આઠ આઠ અર્થી નીકળતા ગામ આખું હિબકે ચઢયું હતું.
ઘટના બાદ સમગ્ર તાલુકામાં માતમ છવાયો છે અને દહેગામ શહેર તેમજ તાલુકાના ગણેશ પંડાલોમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યારે દહેગામ વેપારી મંડળ દ્વારા સોમવારે સવારે 8 થી 10 દરમિયાન બંધનું એલાન આપવામાં આવ્યું છે.
Source link