GUJARAT

Surendranagar: સુદામડામાં ખનન માફિયા સોતાજ યાદવના ઘરે 10થી વધુ રાઉન્ડ ફાયરિંગ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સુદામડા ગામે 10 થી વધુ રાઉન્ડ ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી મોટો ખનનમાફીયા સૌતાજ યાદવના પરીવાર પર ફાયરિંગ થયું હતું. આ સોતાજ યાદવ અગાઉ જેલમાં બંધ હતો ખનન પ્રવૃત્તિ બદલ પોલીસ અને ખાણખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઇ હતી.

250 કરોડથી વધુનો દંડ સોતાજ યાદવને ફટકાર્યો હતો

સોતાજ યાદવ અને અન્ય વ્યક્તિનો વાતચીતનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયોમાં સોતાજ યાદવ કહી રહ્યો છે હું તમામ સામે ફરીયાદો કરીશ પછી કોઇ નિર્દોષ હશે તોપણ એની સામે ફરીયાદો અને અરજીઓ કરતો રહીશ. સોતાજ યાદવ દ્વારા અન્ય લોકો સામે અરજી કરી હતી એ અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર કે સી સંપટ દ્વારા જિલ્લામાં ખનનપ્રવૃતી પર લગામ લગાવી ખનનમાફીયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લામાં પ્રથમવાર ખનન પ્રવૃત્તિ બંધ કરાઇ જેને પગલે ખનનમાફીયાઓ અકળાયા હતા.

ફાયરિંગ કરીને અજાણ્યા શખ્સો ફરાર થયા

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સુદામડા ગામમાં ફાયરિંગની ઘટના બની હતી. સુદામડા પંથકમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનન મામલે શખ્સે ફરિયાદ દાખલ કરી હતી, તે મામલે અંગત અદાવત રાખીને ફાયરિંગ કર્યાનું ફરિયાદીએ આરોપ લગાવ્યો છે.

મળતા અહેવાલ પ્રમાણે ઘરના દરવાજા, બારી અને કાર પર અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થયા હતા. ફરિયાદીના મકાન પર 10થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અસમાજીક તત્વો પોલીસને પડકાર આપતા હોય તેવો ઘાટ સર્જાયો છે. ફાયરિંગની ઘટના બાદ ઘરના સભ્યો પણ ડરી ગયા હતા.

અસમાજીક તત્વો સતત ધમકી આપતા હોવાનો ફરિયાદીનો આક્ષેપ

ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે કેટલાક તત્વો સતત ફોન પર ધમકીઓ આપી રહ્યા હતા. ફાયરિંગની જાણ થતાં જ સુરેન્દ્રનગર એસ.પી, લીંબડી ડીવાયએસપી, પીએસઆઇ એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

ઘટનાસ્થળ પરથી મળેલા ખાલી કારતુસ પોલીસે કર્યા જપ્ત

પોલીસને ઘટનાસ્થળ પરથી ખાલી કારતુસ મળ્યા હતા, તેને જપ્ત કરીને તપાસ અર્થે મોકલ્યા હતા. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button