ઘણી વખત ફોનમાં નો સર્વિસ શો થાય છે અને જ્યારે તમે કોઈને ફોન કરો છો તો વારંવાર કટ થઈ જાય છે. એવામાં ઈમરજન્સી પરિસ્થિતિમાં મુશ્કેલી ઊભી થાય છે. કેટલાક લોકો ફોનમાં જ ખામી શોધવા લાગે છે અને ફોન બદલવાનો નિર્ણય પણ લે છે. પરંતુ હવે તમારા ફોનમાં આ સમસ્યા દૂર થઈ જશે, જો તમારો ફોન નો સર્વિસ બતાવે તો તમે તેને ઘરે બેઠા જ ઠીક કરી શકશો. આ માટે તમારે તમારા ફોનમાં આ નાનકડું સેટિંગ કરવું પડશે. ત્યારબાદ તમારો વ્યવસ્થિત રીતે ચાલશે અને કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે.
નો સર્વિસ આવે તો ફોનમાં સમસ્યા છે?
સૌથી પહેલા તમારે સમજવું પડશે કે જો નો સર્વિસ લખાયેલું આવે છે તો ફોનમાં કોઈ સમસ્યા નથી. આ સિમ કાર્ડ અને નેટવર્કનો મુદ્દો છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ફોન બદલવા કરતાં ફોનમાં સેટિંગ્સ બદલવાની જરૂર છે. જો તમે ચેક કરવા માંગો છો કે ફોનમાં કોઈ સમસ્યાને કારણે આ સમસ્યા આવી રહી છે, તો બીજા ફોનમાં સિમ નાખવાનો પ્રયાસ કરો, જો તેમાં નેટવર્ક બરાબર કામ કરી રહ્યું છે તો શક્ય છે કે ફોનમાં જ કોઈ સમસ્યા આવી શકે.
Restart કરવાથી થશે કામ
કંઈપણ ટ્રાઈ કરતા પહેલા, તમારો ફોન રીસ્ટાર્ટ કરો. ઘણા કિસ્સાઓમાં, તમારી સમસ્યા ફક્ત ફોનને રીસ્ટાર્ટ કરવાથી હલ થઈ જાય છે. તમારા સીમમાં નો સર્વિસના બદલે નેટવર્ક આવવા લાગે છે.
WiFi સેટિંગ્સ
ઘણી વખત ફોનમાં WiFi ચાલુ હોય ત્યારે તેના કારણે SIM નેટવર્કમાં સમસ્યા સર્જાય છે. જો કે, આ બહુ ઓછા કિસ્સાઓમાં થાય છે, તેથી ફોનને WiFiથી ડિસ્કનેક્ટ કરો અને ડેટા ચાલુ કરો, આના કારણે નો સર્વિસ ઠીક થવાની સભાવના વધી જાય છે. કોલ ડ્રોપ થવા પાછળનું બીજું કારણ એ છે કે જો તમે તમારા ફોનમાં વાઈફાઈ કોલિંગ ઓન કર્યું હોય તો ફોનના સેટિંગમાં જઈને વાઈફાઈ કોલિંગને ડિસેબલ કરો.
આઇફોનમાં નો સર્વિસ આ રીતે થશે હલ
- સૌથી પહેલા એ તપાસો કે તમે નેટવર્ક કવરેજ એરિયામાં છો કે નહીં, તમે જ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો કે પછી એક જ કંપનીના સિમ ધરાવતા તમામ યુઝર્સ તેનો સામનો કરી રહ્યાં છે. જો દરેક વ્યક્તિ આ સમસ્યાનો સામનો કરી રહી હોય તો સંભવ છે કે તમે કવરેજ વિસ્તારમાં નથી. જો તમને અનુકૂળ હોય તો ફોનને રિસ્ટાર્ટ કર્યા પછી આ સેટિંગ કરો.
- આ માટે તમે ફોનને સ્વિચ ઓફ કરીને કાળજીપૂર્વક સિમ કાર્ડ કાઢીને ફરીથી ફિટ કરી શકો છો. આ સાથે જો સિમ કાર્ડ પ્લેસમેન્ટમાં કોઈ સમસ્યા હશે, તો તેને ઠીક કરવામાં આવશે.
- નેટવર્ક સેટિંગ્સ રીસેટ કરો: કેટલીકવાર નેટવર્ક સેટિંગ્સ રીસેટ કરીને આ સમસ્યાને ઘણી હદ સુધી હલ થઈ જાય છે. આ સિવાય, તમારા ફોનને અપડેટ કરો, આ ફોનના ઘણા બગ્સને ઠીક કરે છે.
- આ બધું કર્યા પછી પણ જો ઉકેલ ન આવે તો નેટવર્ક પ્રોવાઈડર સાથે વાત કરો. ટેલિકોમ કંપનીની ગ્રાહક સેવામાં જાઓ અને તમારી સમસ્યાનું સમાધાન મેળવો.
Source link