કોલકાતાની સરકારી હોસ્પિટલમાં એક મહિલાની છેડતી થઇ હોવાની ઘટના નોંધાઇ છે. હોસ્પિટલના વોર્ડ બોયે 26 વર્ષની મહિલાની છેડતી કરી હોવાના આરોપ લાગ્યા છે.
બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી ચૂકેલી મહિલા બાળક નજીક સૂઇ રહી હતી ત્યારે આ ઘટના નોંધાઇ હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ,’ કોલકતાની ઇન્સ્ટીટયૂટ ઓફ ચાઇલ્ડ હેલ્થમાં બાળકોના વોર્ડમાં તે સુઇ રહી હતી. મારો પુત્ર અહીં દાખલ હતો.’ આરોપીની ઓળખ 26 વર્ષના વોર્ડ બોય તનય પાલ તરીકે થઇ છે. તનય પાલે બાળકોના વોર્ડમાં આવીને મહિલાને ખોટી રીતે સ્પર્શવાનું શરૂ કર્યું હતું. મહિલાને નિઃવસ્ત્ર કરવા પ્રયાસ પણ કર્યો.આરોપીએ આ ઘટના તેના મોબાઇલમાં રેકર્ડ કરી લીધી. ઘટનાની ફરિયાદ મળતાં કોલકાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. બીએનએસની સંબંધિત કલમો હેઠળ એફઆઇઆર દાખલ થઇ છે.
ડૉ. ઘોષ અને મંડલ વચ્ચે સાઠગાંઠ હોઇ શકે : CBI
કોલકાતાની આર. જી. કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષે હોસ્પિટલ પરિસરમાં 31 વર્ષની ડૉક્ટરનું શબ મળ્યાના કલાકો બાદ તાલા પો. સ્ટે.ના ઇનચાર્જ ઓફિસર અભિજીત મંડલ સાથે વાત કરી હોવાનું સીબીઆઇએ રવિવારે કોલકાતાની કોર્ટ સમક્ષ જણાવ્યું હતું. સીબીઆઇએ કહ્યું કે ડૉ. ઘોષ અને મંડલ વચ્ચે સાંઠગાંઠ હોઇ શકે છે, જેને ઉજાગર કરવી જરૂરી છે. સીબીઆઇએ પુરાવા સાથે ચેડાં કરવાના આરોપસર શનિવારે રાત્રે મંડલની ધરપકડ કરી હતી જ્યારે નાણાકીય ગોટાળાના આરોપસર ધરપકડ કરાયેલા ઘોષ સામે હવે પુરાવા સાથે ચેડાંનો પણ આરોપ લાગ્યો છે. કોર્ટે ઘોષ અને મંડલ બંનેને બે દિવસના સીબીઆઇ રિમાન્ડ હેઠળ મોકલી આપ્યા હતા.
Source link