NATIONAL

Karnataka: મેંગલુરુમાં પથ્થરમારાની ઘટના બાદ ઘર્ષણ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના કટિપલ્લા શહેરમાં બીસી રોડ પર બે ધાર્મિક સ્થળો પર પથ્થરમારો અને બે જૂથો વચ્ચે અથડામણની ઘટનાઓ બાદ તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ બન્ને ઘટનાઓ ગયા અઠવાડિયે માંડ્યા જિલ્લામાં ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન માટે નીકળેલી શોભાયાત્રા દરમિયાન ફાટી નીકળેલી હિંસા પછી બની હતી.

આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, સાંપ્રદાયિક સૌહાર્દને ભંગ કરવાનો પ્રયાસ કરવા બદલ અડધો ડઝન લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ પછી તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

હિન્દુ સંગઠનોનું વિરોધ પ્રદર્શન

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સેંકડો કાર્યકરોએ માંડ્યા જિલ્લાના નાગમંગલામાં 11 સપ્ટેમ્બરે ગણેશ મૂર્તિના વિસર્જન દરમિયાન પથ્થરમારાની ઘટના સામે સોમવારે અહીં વિરોધ કર્યો હતો અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, મેંગલુરુના કટિપલ્લા શહેરમાં પથ્થરમારાની ઘટના રવિવારે મોડી રાત્રે બની હતી, પરંતુ તુરંત કાર્યવાહી કરીને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી હતી. હાલમાં આ વિસ્તારમાં કોઈ અપ્રિય ઘટનાના સમાચાર સામે આવ્યા નથી. પોલીસના જણાવ્યા અનુસાર કથિત પથ્થરબાજો બે મોટરસાઈકલ પર સવાર થઈને આવ્યા હતા. હુમલામાં મસ્જિદની બારીઓના કાચ તૂટી ગયા હતા. ઘટના બાદ ભારે પોલીસ બંદોબસ્ત સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા પેટ્રેલિંગ સઘન કરાયું

નેશનલ હાઈવેને અડીને આવેલ બંટવાલ તાલુકાના બીસી રોડ શહેરમાં સોમવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બે જૂથો વચ્ચે ઉશ્કેલીજનક નિવેદનો પોસ્ટ કર્યા બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી છવાઈ ગઈ હતી. દક્ષિણ કન્નડ જિલ્લા પોલીસે જણાવ્યું કે, આ પછી સાવચેતીના પગલા તરીકે બંટવાલના પૂર્વ ભાગમાં ઉપ્પિનંગડી અને પશ્ચિમ ભાગમાં પનમંગલુરુમાં પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પર પણ પોલીસની બાજનજર

પોલીસના જણાવ્યા અનુસાર વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના નેતાઓ શરણ પંપવેલ અને પુનીત અટ્ટવર સામે ભડકાઉ નિવેદનો કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત નજર રાખવામાં આવી રહી છે. મેંગલુરુ પોલીસ ભડકાઉ નિવેદનો કરનારાઓ સામે કાર્યવાહી કરી રહી છે. મેંગલુરુ પોલીસ કમિશનર અનુપમ અગ્રવાલે આ અંગે ચેતવણી આપી દીધી છે.

બે જૂથો વચ્ચે અથડામણ

બદરીકોપ્પાલુ ગામમાંથી ભગવાન ગણેશની મૂર્તિની શોભાયાત્રા કાઢનાર ભક્તો એક ધાર્મિક સ્થળ પાસે પહોંચ્યા ત્યારે બે જૂથો વચ્ચે ઝઘડો થયો અને કેટલાક બદમાશોએ પથ્થરમારો કર્યો. જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. તેમણે કહ્યું કે, બે જૂથો વચ્ચે અથડામણ બાદ કેટલીક દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

અત્યાર સુધીમાં 46 લોકોની ધરપકડ

પોલીસે ભીડને વિખેરવા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હળવા બળનો ઉપયોગ કર્યો હતો અને હિંસાના સંબંધમાં અત્યાર સુધીમાં 46 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન પોલીસ મહાનિરીક્ષક અમિત સિંહે પ્રદર્શનકારીઓને કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button