સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ્સમાં રવિવારે તેલુગુ અને કન્નડ ફિલ્મોના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. ઐશ્વર્યા રાય બચ્ચન, નયનતારા અને ચિયાન વિક્રમ SIIMA 2024 ના વિજેતા બન્યા હતા. ઐશ્વર્યા અને ચિયાન વિક્રમે પોન્નીયિન સેલ્વન 2 માં તેમના શાનદાર અભિનય માટે તમિલ ઉદ્યોગમાં બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસ (ક્રિટીક્સ ચોઈસ) એવોર્ડ જીત્યા. રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. આ દરમિયાન ઐશ્વર્યા, ચિયાન વિક્રમ અને આરાધ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
ઐશ્વર્યા-ચિયાન વિક્રમના વીડિયોએ ફેન્સ ખેચ્યું ધ્યાન
દુબઈમાં આયોજિત SIIMA 2024માં ઐશ્વર્યાને બેસ્ટ એક્ટ્રેસનો જ્યારે ચિયાન વિક્રમને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ વીડિયોમાં ઐશ્વર્યા-અભિષેકની પુત્રી આરાધ્યા સાથે ચિયાન વિક્રમનું શાનદાર બોન્ડિંગ કેમેરામાં કેદ થયું હતું. શનિવારે આયોજિત આ એવોર્ડ ફંક્શનમાંથી ચિયાન વિક્રમની કેટલીક ઝલક સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં ઐશ્વર્યા અને આરાધ્યા અભિનેતા સાથે જોવા મળે છે. વીડિયોમાં ચિયાને ઐશ્વર્યા-આરાધ્યા સાથે મજાક કરતા જોઈ શકાય છે.
ચિયાન વિક્રમનો વીડિયો થયો વાયરલ
વીડિયોમાં આરાધ્યા અને ઐશ્વર્યા સાથે બેઠેલા જોઈ શકાય છે. ચિયાન બીજી બાજુથી આવે છે અને ઐશ્વર્યાની બેઠકની હરોળમાં હાજર કેટલાક લોકોને મળે છે. ત્યારબાદ ચિયાન ઐશ્વર્યાને મળે છે અને તે પછી તે આરાધ્યાને મળે છે. ચિયાન આરાધ્યા સાથે ખૂબ જ પ્રેમથી વર્તે છે અને પછી જઈને ઐશ્વર્યાની બાજુની સીટ પર બેસી જાય છે. ચિયાન, ઐશ્વર્યા અને આરાધ્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
ઐશ્વર્યા-ચિયાને આ ફિલ્મોમાં સાથે કર્યું છે કામ
વીડિયો જોયા પછી ફેન્સે અમેઝિંગ લખીને પ્રતિક્રિયા આપી તો કોઈએ શાનદાર લખ્યું. તમને જણાવી દઈએ કે, ઐશ્વર્યાએ ચિયાન વિક્રમ સાથે ‘પોન્નિયન સેલ્વન’ અને ‘રાવણ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, જેનું નિર્દેશન મણિ રત્નમે કર્યું હતું. બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આ વીડિયો જોયા બાદ કેટલાક ફેન્સ ફરી એકવાર ઐશ્વર્યા-ચિયાન વિક્રમને રોમેન્ટિક ફિલ્મમાં સાથે જોવાની માગ કરી રહ્યા છે.