GUJARAT

જામનગરમાં લોક ગાયક પર ડોલરનો વરસાદ, વીડિયો થયો વાયરલ

ગુજરાતના અનેક કલાકારો એવા છે કે જેની ગુજરાતમાં અને વિદેશમાં તો બોલબાલા છે. ગુજરાતી કલાકારો હાલ વિદેશોમાં ધૂમ મચાવી રહ્યા છે. કિંજલ દવે, ગીતા રબારી, કીર્તિદાન ગઢવી, અતુલ પુરોહિત જેવા દિગ્ગજ કલાકારો હાલ વિદેશમાં વસતા ગુજરાતીઓ ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. ત્યારે ગુજરાતના જામનગરમાં એક લોક ગાયકનો કાર્યક્રમ થયો હતો. આ લોક ગાયક ગોપાલ ભરવાડે કાર્યક્રમમાં ધૂમ મચાવી હતી. આ સિવાય લોક ગાયકના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટ્યા હતા.

જામનગરમાં લોક ગાયક પર ડોલરનો વરસાદ

ગુજરાતના જામનગરમાં એક લોક ગાયક પર ડોલરનો વરસાદ થયો. કાલાવડના જૂના રણુજામાં હીરા ભગત નામના પ્રખ્યાત સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકગાયક ગોપાલ ભરવાડ પર ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને ફેન્સમાં આ રીતે ડોલરનો વરસાદ કરવાની ખૂબ ચર્ચા થઈ રહી છે.

 

ગોપાલ ભરવાડના ફેમસ ગીતો

ગોપાલ ભરવાડે ઘણાં ફેમસ ગીતો ગાયા છે, આ ગીતોમાં મેલડી રામવા આવવો, મારી માલન, માય ડિયર કાગડા, પિયુ માનો મારું, માનીતિ હાટુ કડલા લાયો, છેટું છે પિયર મારું, સાંભળો છો કે નહીં, લાડ, તમારાથી લાગ્યો નેડો તેના ફેમસ ગીતો છે. આ સિવાય ગામ વાતે વાતે બડસે, જીવ દેનારી જીવ લઈ ગઈ, હા સરકાર, બોલેલા વેણ બધા સમજે, દિલને દ્વારકાવાળો સાંભળ્યો, બેવફા મને તારી પડી, માંગા મોકલિયે, રુઝાયલા ઘાવ તાજા થઈ ગયા, ગુજરાતી દાંડિયા, બોલેલા વેણ બધા સમજે ભાગ-2, અલબેલી કા જે ઉજાગારા, મેલડી, મારા રૂદિયા ના મૈના રાની, તારા નામે મારું જીવન, ચાહત મારી મજબૂરી તારી, ઠાકર ની જહોજલાલી ભાગ 3, અમને કેવી રીતે ખબર પડી?, કેમ જશે આ જન્મમારો, ઉજાગરા વોર્યા તારી યાદમાં, ગોવાલણનો નેડો લાગ્યો, બોલેલા વેણ બધા સમજે, છલકેલાં નેણ ચામુંડા સમજે, વાઈફ, લેતા મેલડીનું નામ અને કંકુ ના કરીયે જેવા ફેમસ ગીતો ગાયેલા છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button